Comments

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પ્રશ્ન

૧૦૦ થી વધુ નિવૃત્ત સરકારી કર્મચારીઓએ ગયા મહિને વડા પ્રધાનને એક પત્ર લખ્યો. સહી કરનારાઓમાં રીસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ અથવા રો ના એક ભૂતપૂર્વ વડા તેમ જ નેશનલ સિકયુરિટીના એક ભૂતપૂર્વ સલાહકાર હતા. આ બધા લોકોએ લખ્યું, ‘કોમી હિંસા હિંદુત્વની ઓળખ ઠોકી બેસાડવાના રાજકારણમાં હવે કયાંય વાજબી નથી અને તે જ પ્રમાણે કોમી તનાવને ચાલુ રાખવાના જે પ્રયાસો દાયકાઓથી ચાલે છે અને તે રાબેતાની ઘટના બની ગઇ છે તે વાજબી નથી. રાજય જેમાં પૂરી રીતે સહભાગી છે તે બહુમતીવાદ સામે બંધારણના મૂળભૂત સિધ્ધાંતો અને કાયદાના શાસનને ગૌણ બનાવી દેવાયું છે તે ચિંતાજનક છે.

પત્રમાં જે કંઇ લખ્યું છે તેની સાથે નાસંમત થવાનું મુશ્કેલ છે અને હું આજે એ મુદ્દાની વાત નથી કરવાનો. આના જવાબમાં બીજા ૧૦૦ નિવૃત્ત સરકારી કર્મચારીઓએ હિંદુત્વના રાજકારણના ટેકામાં લખ્યું છે અને રોમા એક ભૂતપૂર્વ વડા અને એક નેશનલ સિકયુરિટીના સલાહકાર સમિતિના આ લોકોએ પત્ર લખ્યો તે તમામ ચાર રાષ્ટ્ર વિરોધી હોવાનો આક્ષેપ મૂકયો છે. મારા માટે આ વધુ રસપ્રદ છે અને આપણી મુલ્કી સેવાઓનું પ્રતિબિંબ છે! ભારતમાં આજે શું ચાલ્યું છે તે કોઇ પૂછનાર જ નથી! ભારત સરકાર જે કંઇ કરી રહી હતી તેના વિરોધમાં નોકરી છોડી દેનાર બે સનદી અધિકારીઓ વિશે હું વિચારી શકું છું. એક છે કન્નન ગોપીકૃષ્ણન જેણે ૨૦૧૯ માં કાશ્મીરીઓ પરનાં નિયંત્રણોના વિરોધમાં નોકરી છોડી દીધી. બીજા હતા હર્ષ મંદર જેણે ૨૦૦૨ માં ગુજરાતના બનાવોના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. 

બે દાયકામાં માત્ર બે જ અધિકારીઓ! મને આટલા જ લોકો યાદ આવે છે પણ બીજા ઝાઝા ન હોઇ શકે, એમ લાગે છે કે બાકીના અધિકારીઓ તેઓ જે સરકાર માટે કામ કરે છે તેને ધ્યાનમાં રાખી ‘હા માં હા’ મિલાવે છે અથવા ખરેખર બધી બાબતોને સ્વીકારે છે અથવા બીજા એવા છે કે જેમને કંઇ પડી નથી. આ નાનીસૂની બાબત નથી અને ભારતની નૈતિકતાનું પ્રતિબિંબ છે. આનો અર્થ એવો થાય કે સમગ્ર વહીવટી તંત્ર માટે રાજય દ્વારા નિશાન બનાવી લઘુમતીઓ પર થતી હિંસા સામે કોઇ વાંધો નથી. તેમણે ગરીબ અને નબળા વર્ગના લોકોની જિંદગીને તબાહ કરી નાંખનારી અને રાજીનામાં આપી દેવાં પડયાં હોત તેવી ચલણી નોટો લઇ લેવાની આર્થિક નીતિ સામે પણ કોઇ વાંધો નથી.

અહીં અન્ય મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. અમલદારો હુકમનું પાલન કરે છે. મતલબ કે કોઇ પણ જાતના કાયદાના પીઠબળ વગર ગરીબોનાં ઘર અને દુકાનો પર બુલડોઝર ચલાવનારા અને જહાંગીરપુરીમાં બન્યું તેમ સુપ્રીમ કોર્ટના મનાઇહુકમ છતાં ઘરનો નાશ કરવાનું ચાલુ રાખનાર રાજીખુશીથી કામગીરીમાં ભાગ લે છે. એક અધિકારી દ્વારા આર્યન ખાન સામે ઘાતકી વ્યવહાર કરવામાં આવ્યો તે સદરહુ અધિકારીના સાથીઓ અને વડાઓને સ્વીકાર્ય હતો કારણ કે તેમણે હવા પારખી લીધી હતી અને તેમને લાગતું હતું કે સરકારને આવી પજવણી જોઇતી હતી. ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલનું મથાળું છે: જહાજ પર માદક પદાર્થ માટે દરોડાનો મામલો: એક અધિકારી દુષ્ટ થયો અને સંસ્થા આડું જોઇ ગઇ. હેવાલ જણાવે છે: ખાસ તપાસ ટુકડીનો આંતરિક અહેવાલ કહે છે કે જેની પાસેથી નાની માત્રામાં ચરસ પકડાયો તે અરબાઝ (મર્ચન્ટ) ખાનના મિત્રે માદક પદાર્થોની પ્રાપ્તિમાં આર્યન ખાનની સંડોવણી વિશે સ્પષ્ટ ઇન્કાર કર્યો હોવા છતાં તપાસ અધિકારીએ આર્યન ખાનનો મોબાઇલ સત્તાવાર રીતે જપ્ત કર્યા વગર વ્હોટસએપ જોવા માંડયું તે વિચિત્ર છે. લાગે છે કે સદરહુ તપાસ અધિકારીને માદક પદાર્થોના મામલામાં આર્યનખાનને ભેરવવા માટે ચડામણી કરવામાં આવી હશે.’

આખો દેશ સપ્તાહોથી જેને જોયા કરતો હતો તે નિર્દોષ યુવાનને ભેરવવા સામે આ ‘દુષ્ટ’ અધિકારીને કેમ ખાતાએ કે તેના સાથીઓએ અટકાવ્યો નહીં? પત્રકારોએ અને ભારતીય જનતા પક્ષે તો તેને ‘રાક્ષસ’ તરીકે ચીતરવાનું ચાલુ જ રાખ્યું હતું. ફરીથી જવાબ એક જ છે: તેમણે મામલાને કયાં તો મંજૂર રાખ્યો હતો છતાં નામંજૂર રાખ્યો હતો પરંતુ માથું મારવાનો ઇન્કાર કર્યો હતો અથવા તેમને કંઇ પડી નહતી. જિંદગી નષ્ટ કરવાની અબાધિત સત્તા ધરાવતી સંસ્થામાં નૈતિકતાનો અભાવ હોય તે ક્ષુબ્ધતાકારક અને ડરામણું છે પણ આપણે તેને તપાસી લેવું જોઇએ.

તાજેતરનાં વર્ષોમાં આપણાં ઘણાં કદરૂપાં લક્ષણો બહાર આવ્યાં અને આ લક્ષણ કેમ ધ્યાન બહાર રહી ગયું? લોકશાહીમાં જેની અનિવાર્યતા છે તે આંતરિક પ્રતિકારશકિત આપણામાં નથી! એક અંગ બગડી જાય તો બીજાં અંગોએ દોડી આવવું જોઇએ. અમેરિકા તેને ‘એકસ એન્ડ બેલેન્સ’ કહે છે અને કારોબારી, ન્યાય તંત્ર કે ધારાગૃહ મર્યાદા નહીં ઓળંગે તે પણ જોવાની આ ત્રણે પાંખોની જવાબદારી છે. આ પધ્ધતિમાં એવી ધારણા રખાય છે કે તેમાં વ્યકિત કેન્દ્રસ્થાને છે અને કઇ સમસ્યામાં ન્યાયતંત્રે, મુલ્કી સેવાએ કે ધારાગૃહે વચ્ચે પડવું જોઇએ. તે આપણા માટે કામ નથી કરતું. તેમને માટે કામ કરે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આવી નૈતિકતાઓ જવાબદારી કેમ ગેરહાજર છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top