SURAT

લાલભાઈ પર ચાલતી લિજેન્ડ લીગમાં સેલ્ફી લેવા મેદાનમાં ઘૂસેલા યુવકને ગાર્ડે તમાચો માર્યો, વીડિયો વાયરલ

સુરત(Surat): શહેરના પીપલોદ ખાતે આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં (Lalbhai Contractor Stadium) ખાનગી એજન્સી દ્વારા લિજેન્ડ ક્રિકેટ લીગનું (Legend League Cricket) આયોજન કરાયું છે. આ લીગની પહેલી મેચ ગઈકાલે તા. 5 ડિસેમ્બરની રાત્રિએ મોહમ્મદ કૈફ (Mohammad Kaif) અને સુરેશ રૈનાની (Suresh Raina) ટીમો અર્બન રાઈઝર્સ હૈદરાબાદ તેમજ મણીપાલ ટાઈગર્સ વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં સુરક્ષામાં ભારે ચૂક (Huge lapse in security) થઈ હતી.

  • લિજેન્ડ લીગ ક્રિકેટમાં સુરક્ષામાં ચૂક, સેલ્ફી લેવા ચાહક મેદાનમાં ઘૂસી ગયો
  • ચૂક થયા બાદ સિક્યુરીટીનું ગેરવર્તન, ક્રિકેટ ચાહકને જાહેરમાં તમાચો માર્યો, સિક્યુરીટીએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું

એક ચાહક સેલ્ફી (Selfie) લેવાના ઈરાદે ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી ગયો હતો, જેના લીધે ભારે હંગામો મચી ગયો હતો. તાત્કાલિક યુવકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ સિક્યુરિટી સ્ટાફે યુવકને તમાચો મારી દીધો હતો. જે સમગ્ર ઘટના વીડીયોમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ (The video went viral on social media) થતા લીગના આયોજકોની વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે.

આ ઘટના બાદ યુવકને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કેટલાંક મીડિયાકર્મી યુવકનો ઈન્ટરવ્યૂ લેવા દોડી ગયા હતા ત્યારે સિક્યુરિટી સ્ટાફે મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હોવાનો વીડિયોમાં જોઈ શકાય છે.

સુરક્ષાકર્મીઓએ યુવાનને બહાર લઈ આવ્યા બાદ ક્રિકેટ મેનેજમેન્ટની ટીમના સિક્યુરિટી સ્ટાફના સભ્ય દ્વારા યુવકને તમાચો મારવામાં આવ્યો હતો. પોતે સુરક્ષા ન કરી શક્યા અને તે ઉજાગર થઈ જતાં કવરેજ કરતા મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવી લેવાનો પ્રયાસ કરાયો હતો. યુવક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લાલભાઈ સ્ટેડિયમની કમિટીએ પણ આ બાબતને ધ્યાને લીધી છે. આ બાબતે ખાનગી એજન્સી સાથે ચર્ચા કરી વ્યવસ્થા વધુ સુઘડ બનાવવાની દિશામાં કમિટીએ કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સ્ટાર ખેલાડીઓ રમતા હોય ત્યારે સુરક્ષામાં ચૂક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે
સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં લિજેન્ડ લિગ ક્રિકેટનું આયોજન કરાયું છે. આ લિગ તા. 5, 6, 7 અને 9 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ લિગમાં ક્રિસ ગેઈલ, સ્મિથ, હરભજન સિંહ, મોહમ્મદ કૈફ, સુરેશ રૈના જેવા ઈન્ટરનેશનલ પ્લેયર્સ રમવા પધાર્યા છે, ત્યારે સુરક્ષામાં ચૂક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ખાનગી એજન્સી દ્વારા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાની ચર્ચા ઉઠી છે.

Most Popular

To Top