Dakshin Gujarat

ભરૂચની સહયોગ હોસ્પિટલના ડોક્ટરે નર્સ પર દાનત બગાડી શારીરિક અડપલા કર્યા

BHARUCH : ભરૂચની હોસ્પિટલના ડોક્ટરે 31 વર્ષની પરપ્રાંતીય નર્સ પર નજર બગાડી તેણીને ઘરે મૂકી જવાના બહાને ગાડીમાં બેસાડી તેને શરીરે સ્પર્શ કરવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આ ઘટનાથી ડરી ગયેલી નર્સે રાજીનામું આપી દીધા બાદ તેના નીકળતા રૂ.19000 પણ પરત નહીં આપતા ભોગ બનનારી મહિલાએ ડોકટર સામે શારીરિક છેડછાડની ફરિયાદ ભરૂચ એ-ડિવિઝનમાં દાખલ કરતાં તપાસની કાર્યવાહી હાથ ધરી છે.


પતિ અને સંતાનો સાથે ભરૂચમાં રહેતી પરપ્રાંતિય નર્સ તા.10 સપ્ટેમ્બર 2020ના રોજ ભરૂચની સહયોગ હોસ્પિટલમાં નોકરી માટે ગઈ હતી. જ્યાં નર્સ રૂપલ નામ બદલ્યુ છે) બાયોડેટા મોકલતા ડો.જય ચૌહાણે ઇન્ટરવ્યુ લઈને ફરીથી તા.12મી સપ્ટે 2020ના રોજ બોલાવીને માસિક પગાર નક્કી કરીને રૂ.500 પી.એફ. કાપવાની વાત કરી નોકરીએ રાખી હતી. ડોકટર નોકરીનો સમય બદલતા રહેતા હતા. તા.15-1-2021ના રોજ રૂપલની નોકરી બપોરે 12થી રાત્રે 8 વાગ્યે સુધીની હોવાથી હોસ્પિટલમાં થોડું મોડુ થઈ ગયું હતું.

ડો.જય ચૌહાણે તેની ફોર વ્હીલ કારમાં રૂપલને ઘરે મૂકી જવાનો આગ્રહ કરતા તેમની કારમાં બેસી ગઈ હતી. કારમાં રસ્તામાં રૂપલને શારીરિક અડપલાં કરવા માંડ્યા હતા. જેથી રૂપલે ગભરાઈને ડો.જય ચૌહાણને આવું ન કરવા જણાવ્યું હતું અને તેનું ઘર આવતા જ કારમાંથી ઉતરીને ઘરમાં જતી રહી હતી. તે નોકરીએ ગઈ ત્યારે વિકૃત મગજના ડો.જય ચૌહાણના વર્તનમાં કોઈ સુધારો ન આવતા અવાર નવાર કોઈને કોઈ બહાને શરીર પર છેડછાડ કરી સ્પર્શ કર્યા કરતો હતો. તેની હરકતથી કંટાળી નર્સે હોસ્પિટલમાંથી રાજીનામું આપી દીધું હતું. રૂપલે રાજીનામું આપ્યા બાદ ડોક્ટરે તેનો બે મહિનાનો પગાર રૂ.16000 તેમજ પીએફના બહાને દર મહિને રૂ.500 પ્રમાણે કુલ કાપેલા રૂ.3000 મળી કુલ રૂ.19 હજાર પણ આપ્યા ન હતા. જેથી રૂપલે લંપટ ડોક્ટ વિરૂદ્ધ ભરૂચ એ-ડિવિઝનમા ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એ.ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top