Dakshin Gujarat

બળેલી શેરડીનું પ્રમાણ વધ્યું, જેથી સારી શેરડીની કાપણીમાં તકલીફ ઊભી થાય છે

દેલાડ: સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની ૪૭ મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પટાંગણમાં મળી હતી સભાની શરૂઆતમાં પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૯-૨૦૨૦ની પીલાણ સીઝનમાં ૧૫૦ દિવસ કારખાનું કાર્યરત રહી કુલ ૯,૧૪,૮૧૩.૧૦૦ મેં ટન શેરડીનું પીલાણ કરી સરેરાસ ૧૦.૯૨% રિકવરી સાથે ,૯૯,૧૩૦ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું તથા ૨૯૫૦ ક્વિન્ટલ [બી.આઈ.એસ.એસ] ખાંડનું ઉત્પાદન કર્યું છે. આટલું જ નહીં પણ સાયણ સુગર દ્વારા અન્ય સુગર ફેક્ટરીમાં પીલાણ માટે ૨૨૭૯.૮૬૦ મેં ટન શેરડી મોકલી હતી. છેલ્લા એક વર્ષમાં એકરદીઠ શેરડીના ઉત્પાદનમાં સરેરાસ નહિવત વધારો જોવા મળ્યો છે જેની સાથે ખેતી ખર્ચમાં વધારો થયો છે.


સાયણ સુગર માટે ચિંતાજનક બાબત મુજબ શેરડી બળી જવાથી અપરિપક્વ શેરડી પીલાણમાં આવવાથી રીકવરીમાં ઘટાડો થયો, ગત વર્ષે અકસ્માતે બળેલી શેરડી પ્રમાણ ૨૮% હતું જે હાલ ચાલુ કાપણી સીઝનમાં ૨૬% સુધી પહોંચી જતા ૮૨૨૨ એકર બળેલી શેરડી પીલાણ થઈ છે. ત્યારે બળેલી શેરડી અને તેનો વિસ્તાર વધુ હોવાથી સારી શેરડીના પોગ્રામ મુજબ કાપણીમાં તકલીફ ઉભી થાય છે જે બાબતે હાલ ખુબ ચિંતાજનક છે. આમ સભામાં એજન્ડા મુજબના કામો હાથ ધરતા મહત્તમ કામોને મંજૂરી કરાયા હતા. સાયણ સુગરની વાર્ષિક સાધારણ સભા સૌ પ્રથમ કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલ સહિત માજી પ્રમુખ નવીનભાઈ પટેલ સહિતના ડિરેક્ટરોએ ખાસ હાજરી આપી હતી.

ત્યારે સભાના અંતમાં નવીનભાઈ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે શેરડીના ઉત્પાદનમાં વધારો થવા સાથે મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે ત્યારે સભાસદોએ સમજદારીથી કામ લેવાની જરૂર છે. આટલું જ નહીં પણ ગતવર્ષની સરખામણીમાં શેરડીના ભાવમાં ૪૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીનો ઘટાડો નોધાશે. આ પ્રસંગે ડિરેકટરો, માજી ધારાસભ્ય ઘનસુખ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયક તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ મનુભાઈ પટેલે આભારવિધિ કરી હતી.


સભાસદોની રજૂઆત બાદ ઇન્સેન્ટીવ અને બળેલી શેરડી પર કપાત બાબતો નિર્ણય બોર્ડને સોંપવામાં આવ્યો
ચાલુ સીઝનમાં શેરડીનું મોટું ઉત્પાદનને લઈને કાપણીના દિવસો લંબાતા શેરડીનો ઉતારો ઓછો આવવાની ભીતિ સેવાતા ખેડૂત સભાસદો ચિંતામાં મુકાયા છે. તેમણે લાંબા દિવસે કપાતી શેરડીના પાક પર કુલ ભાવના અત્યાર સુધી ફેબ્રુઆરી ૬૦, માર્ચ ૧૦૦ અને એપ્રિલ ૧૪૦ રૂપિયા પ્રમાણે ઇન્સેન્ટીવ આપવામાં આવતું હોય જેના બદલે ૫, ૭ અને ૧૦ ટકા મુજબ આપવાની માંગણી કરી હતી. જેની સામે બળેલી શેરડીની કપાત બાબતે પ્રમુખે પોતાનો મત રજુ કરતા સભાસદ અને બોર્ડ આમેન સામને થતાં અંતે લાંબી ચર્ચા બાદ ઇન્સેન્ટીવ અને બળેલી શેરડી પર કપાત બાબતો નિર્ણય બોર્ડને સોંપવામાં આવતા હવે બોર્ડ આ બાબતે નિર્ણય કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top