Editorial

કુનો નેશનલ પાર્કમાં એક પછી એક ચિત્તાના બચ્ચાના મોત ચિંતાનો વિષય

17 સપ્ટેમ્બરે એક ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિત્તાને ઔપચારિક રીતે છોડ્યા હતા. તમામ ચિત્તાઓના ગળામાં કૉલર લાગેલા છે અને જંગલમાં પણ સીસીટીવી અને ડ્રોનથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
એક મહિના સુધી ક્વોરન્ટાઇનમાં રાખ્યા બાદ તેમને જંગલમાં છોડવામાં આવ્યા હતાં જો કે, ત્યારબાદ કુનો કુનો રાષ્ટ્રીય અભ્યારણ્યના અધિકારીઓ સામે ઘણા પડકારો ઊભા થશે તે નક્કી જ હતું.

મધ્ય પ્રદેશ રાજયના વન વિભાગે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડ્યા છે અને એક કંટ્રોલરૂમ બનાવ્યો છે તેના દ્વારા ચિતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. જો કે, ચિત્તા ક્યાંક કુનો રાષ્ટ્રીય પાર્કની આસપાસનાં ગામોમાં જઈ ન ચઢે. તેના માટે વનવિભાગના સ્ટાફ અને ગ્રામજનોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિશેષજ્ઞો માને છે કે નામીબિયા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકન ચિત્તા ખુદથી તાકતવર પરભક્ષીઓનો સામનો કેવી રીતે કરી શકશે? કેટલાક વિશેષજ્ઞોને લાગે છે કે આ પડકાર એટલા માટે પણ મોટો છે કારણ કે આ ચિત્તા એશિયન નહીં, પરંતુ આફ્રિકન છે.

તેમનાં જનીનમાં પણ થોડોક ફરક હોય છે. ઘણાં વર્ષના સંશોધન બાદ જ ચિત્તાની પ્રથમ ખેપ ભારત આવી છે, પરંતુ કેટલાક વિશેષજ્ઞો માને છે કે નામીબિયા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકન ચિત્તા ખુદથી તાકતવર પરભક્ષીઓનો સામનો કેવી રીતે કરી શકશે? એ ચિંતાનો વિષય છે. કુનોમાં દીપડાની સંખ્યા પણ ઘણી વધારે છે અને અહીં હાઇના પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જે ચિત્તાથી વધુ શક્તિશાળી છે અને તેમના પર હુમલો પણ કરી શકે છે.

આ તકેદારી વચ્ચે કુનો નેશનલ પાર્કમાં પ્રથમ બચ્ચાના મૃત્યુના થોડાક દિવસો બાદ ગુરુવારે ચિત્તા જ્વાલાના વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે 24 માર્ચે ચિતા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ સાથે નવા જન્મેલા 3 ચિત્તા મૃત્યુ પામ્યા છે, જ્યારે ચોથાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે કારણ કે તેની તબિયત નાજુક છે, એમ કુનો નેશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું. અને આ ત્રણ બચ્ચાઓ સહિત મધ્ય પ્રદેશના આ જંગલમાં કુલ છ ચિત્તાના મોત અત્યાર સુધી થઇ ગયા છે. વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રથમ બચ્ચું નબળાઈના કારણે મૃત્યુ પામ્યું હતું.‘

ચિત્તાના તમામ બચ્ચા નબળા, ઓછા વજનવાળા હતા અને તેમનામાં પાણી ઓછું હતું. બચ્ચા, જ્યારે લગભગ આઠ અઠવાડિયાના થાય છે, ત્યારે તેમની માતાની આસપાસ રહેવાની ઇચ્છા રાખે છે. તેઓએ 8-10 દિવસ પહેલા તેમની માતા સાથે રખડવાનું શરૂ કર્યું હતું’, બે બચ્ચાના મૃત્યુ પછી કુનો નેશનલ પાર્કે જણાવ્યું હતું. ‘ચિત્તા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આફ્રિકામાં ચિત્તાના બચ્ચાઓના જીવીત રહેવાની ટકાવારી સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ, પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા ચાલી રહી છે’, એમ પાર્કે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતા જ્વાલા સ્વસ્થ છે અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાત વિન્સેન્ટ વેન ડેર મર્વેએ જણાવ્યું હતું કે, ‘જ્યારે સિયાયાના બચ્ચાનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે, તો પણ ચિત્તાના બચ્ચા માટે અપેક્ષિત મૃત્યુદરની અંદર છે. બચ્ચાનો મૃત્યુદર ખાસ કરીને જંગલી ચિત્તાઓ માટે વધારે છે. આ કારણોસર વાઘ, દીપડા અને સિંહની સરખામણીમાં ચિત્તા વધુ બચ્ચાને જન્મ આપવા માટે વિકસિત થયા છે.’ આ યોજના પર બે દાયકા કરાતં વધુ સમયથી કામ કરી રહેલા ભારતીય વનસેવાના પૂર્વ અધિકારી હરભજનસિંહ પાબલા વિશેષજ્ઞ છે અને મધ્ય પ્રદેશના મુખ્ય વનરક્ષક પણ રહી ચૂક્યા છે. પાબલાએ ઘણાં પુસ્તકો લખ્યાં છે.

તેમના કહેવા પ્રમાણે ’દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાં જે રીતે આ ચિત્તાના પ્રાકૃતિક આશ્રયસ્થાન છે, એવાં જ અહીં પણ તૈયાર કરવામાં આવ્યાં છે. તેથી તેમને અહીં તકલીફ ન પડવી જોઈએ.’ આ ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાના તજજ્ઞો જણાવે છે કે આ પ્રોજેક્ટ સફળ થશે પરંતુ તેના માટે પાંચથી સાત વર્ષ રાહ જોવી પડશે આ પરિયોજના સાથે જોડાયેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન યાદવેન્દ્રદેવ ઝાલા પણ બીબીસી સાથેની વાતચીતમાં તેને પડકારજનક માને છે. સાથે જ કહે છે કે વિલુપ્ત જાનવરોને પાછા લાવવાના પ્રયત્નમાં ભારત માટે આ એક મોટી સફળતા છે.

Most Popular

To Top