Columns

જાણો એપ્ટીટયુડ ટેસ્ટમાં કયા પ્રકારની ક્ષમતાઓનો નિર્દેશ થાય છે?

મિત્રો, ગયા અંકમાં નિર્ણાયક પરિબળોની છપાયેલ સુંદર આકૃતિ આપ સૌના માનસપટ પર અંકિત થઇ ગઇ હશે અને ચિંતન – મનન પણ શરૂ થયું હશે. વધુમાં ગયા અંકમાં આપણે જાણ્યું કે શ્રેષ્ઠ કારકિર્દીનાં નિર્ણાયક પરિબળો વિષે વધુ જાણકારી મેળવવા માટે ‘Aptitude Test’ ની મહત્તા સમજી. એપ્ટીટયુડ ટેસ્ટ વિદ્યાર્થીમાં રહેલી છુપાયેલી અથવા સુષુપ્ત અવસ્થામાં રહેલી ક્ષમતાનો નિર્દેશ કરે છે. આજે આપણે એપ્ટીટયુડ ટેસ્ટમાં કયા પ્રકારની ક્ષમતાઓનો નિર્દેશ થાય છે એ વિષે વિગતથી જાણીએ…. DAT માં સાત જુદા પ્રકારની ટેસ્ટ હોય છે જે કોઇ ને કોઇ અથવા એક કરતાં વધુ વ્યવસાયમાં જરૂરી ક્ષમતાનો નિર્દેશ કરે છે.

ઉપરોકત જણાવેલી વિષયની ક્ષમતાઓનું પરીક્ષણ ટેસ્ટના નકકી કરાયેલાં નોમ્સ / નિયમો દ્વારા લેવામાં આવે છે.આ ટેસ્ટ સામાન્ય રીતે ધો. ૮ થી ૧૨ ના કે કોલેજના વિદ્યાર્થીને શૈક્ષણિક / વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડે છે. ખાસ કરીને આજે જયારે શૈક્ષણિક ક્ષેત્રે દરરોજ હજારો ક્ષિતિજો ઊઘડતી જાય છે ત્યારે સંતાનોમાં રહેલી ક્ષમતાઓ માટે મળતા વિવિધ વિકલ્પો વિશે અપડેટ રહેવું વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે કેમ કે ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓને વિષય પસંદગી ક્ષેત્રે કોમર્સ, સાયન્સ, મેથ્સ ગ્રુપ કે બાયો ગ્રુપ કે આર્ટસ / હ્યુમેનીટીઝ કે અન્ય કંઇ, તેમ જ ધો. 12 પછી શું કરવું? એન્જિનિયરીંગ, મેડિકલ, બાયો મેડિકલ, આર્કિટેકચર, વકીલ, સામાજિક વિકાસ અધિકારી, જર્નાલિઝમ, જેવાં સામાન્ય ક્ષેત્રો વિષે માહિતી હોય પણ આનાથી વધુ વિવિધતા મળી રહેતી હોય છે ત્યારે અનુભવી ટ્રેઇન્ડ કાઉન્સેલરની મદદથી યોગ્ય નિર્ણય લઇ શકાય.

હર્ષલ ધો. 10માં ભણે, ધો. 9 માં એપ્ટીટયુડ કરાવેલી હતી. ત્રણેક વિષયમાં એવરેજ ક્ષમતાઓનો નિર્દેશ થતો જણાયો, જેમ કે એન્જિનિયરીંગ, બાયોલોજી, 3D એનિમેશન એટલે વાલી પોતે ફિઝિયોથેરાપીસ્ટ પરંતુ દીકરાને એમાં ન મોકલવાનાં કારણો જણાવ્યાં એટલે એન્જિનિયરીંગ તરફ ઢળાણ વધુ લાગ્યું. દીકરા સાથે વાત-ચીત કરતાં સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા પણ વિવિધ અવરોધોની ચર્ચા કરવામાં આવી. સાથે જ સ્પોર્ટસ ક્ષેત્રે – MBA કરી મેનેજર બનવાની શકયતાઓ, ફિઝિયોથેરાપી કરી સ્પોર્ટસ થેરાપીસ્ટ બનવાની શકયતાઓ વિશે ચર્ચા કરી. સાથે જ બાયો સાથે Microbiology Msc કરીને ‘Steam cell therapy ને ખૂબ જ અવકાશ છે.

તેની શકયતાઓની ચર્ચા કરવામાં આવી કેમ કે NEET સાથે આગળ વધવું મુશ્કેલ લાગે છે. જો કયા ક્ષેત્રે કાર્ય કરવાના વૈકલ્પિક પ્લાનિંગ વિશે પાથ નકકી થયો હોય તો 10 પછી શું અને ધો. 12 પછી શું નું પ્લાનિંગ સરળ બને. મારો અનુભવ છે કે વાલીઓ એમ જ કહે, હમણાં વિજ્ઞાનમાં ગણિત જૂથ સાથે આગળ વધવા દો પછી કોમર્સમાં જવું હશે કે C.A. કરવું હશે તો પણ વાંધો નહીં પણ આ અવૈજ્ઞાનિક વિચારણા છે માટે કોઇનાં વહેણમાં, તાણમાં આવ્યા વગર આપણા સંતાનની મજબૂત ક્ષમતા વિશે જાણી આગળ વધવું જ શકિત – સમય અને પૈસા, સાથે માનસિક સંઘર્ષમાંથી બચવાનો ઉપાય છે.

આ એપ્ટીટયુડ સાથે ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી પણ લેવામાં આવે છે. જે સાત જુદા જુદા ક્ષેત્રની એકટીવીટીના વિવિધ વિકલ્પ દ્વારા જે તે વિદ્યાર્થીનાં / વ્યકિતનાં રસ-રૂચિ જાણી શકાય છે. મોટાભાગના કેસમાં ક્ષમતા અને રસરૂચિ મળતાં હોય છે. પણ વૈશ્વિકીકરણના જમાનામાં વિવિધ ક્ષેત્ર તરફ રસરૂચિ વધવાનાં કારણોમાં મીડિયા દેખાડાતી ગ્લેમરસ જાહેરાતો પણ જવાબદાર છે. કેટલાયે વિદ્યાર્થીઓ કહે છે કે અમારે તો Gaming ના ક્ષેત્રે આગળ જવું છે કેમ કે ગુગલ સર્ચ કરતાં કમાણીના આંકડા ખબર પડે કે આટલી સેલેરી તો કોઇ વ્યવસાયમાં નહીં મળે. બીજું અન્ય ક્ષેત્ર છે મોડેલિંગ. તેમાં જવાની ઘેલછા આજના ટીનએજરમાં જોવા મળે છે પણ જયારે સારીનરસી બાજુની ચર્ચા કરીએ ત્યારે એઓ પણ વાસ્તવિકતા વિશે વિચારી શકે છે.
(ક્રમશ:)

Most Popular

To Top