Charchapatra

સ્વભાવ અને સદ્દભાવ

કોઇપણ ધંધો-રોજગાર, વ્યવસાય, માણસના સ્વબાવના આધારે ચાલતો હોય છે જબાન મીઠી-મધુર રાખો તો કોઇને પણ જીતી શકાય છે, પ્રેમ ભર્યા બે શબ્દોથી જીવલીલા સુધરી જાય છે. પરંતુ સ્વભાવ ગરમ અને તામસી-ગુસ્સાવાળો હોય તો લોકો તમારાથી દુર થતા જાય છે. આમ સ્વભાવનો અભાવ બધે જ નડે છે. ઘણાં સ્ટોર્સ, દુકાનમાં લોકો ભાવ-તાલ બાબતે રકઝક ન કરે તે માટે દુકાનમાં ‘એક જ ભાવ’ નું બોર્ડ મારવામાં આવે છે.આ બાબતે સિતારામ પરિવારના સદ્દગુરુ પૂ.બાલુરામ બાપુ વ્યાસપીઠ પરથી દોહરાવે છે.

જીવનમાં બધા પ્રત્યે સદ્દભાવ રાખો સદ્દભાવના કેળવો, કામ, ક્રોધ, લોભ,મોહ-માયા આ બધી વ્યક્તિ લક્ષી તાસીર છે. સદ્દભાવમાં શિક્ષણ સંસ્કાર, વિનય વિવેકનું પ્રમાણ સમાયેલું છે. સાહસ વિના સિદ્ધિ નથી મળતી પરંતુ કોઇપણ કાર્ય વિવેક-તર્કબુદ્ધિથી વિચારીને કરો, આયોજન વગરનું ગાંડુ-સાહસ પતનના માર્ગે લઇ જાય છે. ધનવાન કરતાં પણ ગુણવાન વધુ સંપત્તિવાન છે. માણસની મતિ બગડે તો નીતિ-મત્તા જોખમાય છે. સ્વભાવ અને સદ્દભાવ એ પ્રગતિના દ્વાર સમાન છે. આમ જણાવી જીવનનો મર્મ સમજાવ્યો હતો.
તરસાડા   – પ્રવિણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બધું જ નકલી
આજકાલ નકલનો જમાનો ચાલે છે. લગભગ બધું જ નકલી આવવા માંડયું છે. ખાવાની ચીજોએ તો હદ વટાવી દીધી છે. નકલી ઘી, દૂધ, પનીર, માવો, જે એવા કેમિકલમાંથી બને છે કે જેથી શરીરને ખૂબ નુકસાન થાય છે. નાનાં બાળકો અને બીમાર વ્યક્તિને નકલી દૂધ મળવાથી આરોગ્યને હાનિકારક નીવડે છે.  નકલી મસાલા, જીરુ, મરી, બદામ, મધ, નકલી આદુ, લસણ, ઈંડા, આ બધું જ નકલી મળે છે. વળી ઓળખવા પણ ખૂબ મુશ્કેલ છે. નકલી દવા પણ દર્દીને મૃત્યુના દ્વારે પહોંચાડી દે છે. નકલી ઈન્જેક્શન પણ ખતરનાક છે. નકલી બ્રાન્ડનાં કપડાં પણ મળે છે. હવે તો જીવનમાં હાસ્ય પણ નકલી થઈ ગયું છે.

રોજ વાંચવામાં આવતાં છાપામાં પણ જાણવા મળે છે કે નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, ટ્રેનમાં નકલી ટિકિટ ચેકર, નકલી ચલણી નોટો. નકલી વેબ સાઇટ. ઘણી વાર નકલી પત્રકાર પણ પકડાયાના સમાચાર ટી.વી. અને છાપામાં જાણવા મળે છે. આ બધું નકલી. નકલી, જુઠ્ઠા સમાચારો પણ મોબાઈલમાં આવે છે.  જ્યાં જ્યાં, જે રાજ્યમાં દારૂબંધી છે એ એક સારી વાત છે. સમાજને ફાયદારૂપ છે. પણ ત્યાં નકલી દારૂ, નકલી નશાકારક દવા સિરપ બજારમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી ઘણાં મૃત્યુ થાય છે. આ બધું છાપામાં અવારનવાર વાંચવામાં આવે છે.  આ બધું નકલી ચીજો, સરકાર આ નકલી વસ્તુ બજારમાં ના આવે તેના માટે  સતત કાર્યશીલ છે, સફળતા પણ મેળવી છે. નકલી વસ્તુથી સમાજ ભયભીત રહે છે. નકલી ઓફિસર, આ નકલખોરી ક્યાં જઈ અટકશે. આ બધાથી ભગવાન જ બચાવે. 
વડોદરા – જયંતી પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top