National

22 વર્ષની કામગીરી પછી TCSનાં CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું

નવી દિલ્હી: TCSના CEO રાજેશ ગોપીનાથને ગુરુવારે 22 વર્ષની પછી કંપનીમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે. જો કે તેઓ 15 સપ્ટેમબર સુધી પોતાના પદ પર રહેશે અને ફરજ બજાવશે. ગોપીનાથનના રાજીનામા બાદ કંપનીએ કે.કે. કૃતિવાસનને તાત્કાલિક અસરથી ઈન્ચાર્જ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટાટા જૂથની કંપનીએ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. જણાવી દઈએ કે રાજેશ ગોપીનાથને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે છ વર્ષ કામ કર્યું છે. ગોપીનાથ15 સપ્ટેમ્બરે જયારે કંપનીને અલવિદા કહેશે ત્યાર પછી કે.કે કૃતિવાસ તેમનું પદ સંભાળશે. જાણકારી મુજબ રાજેશ ગોપીનાથ સૌથી વધુ સેલેરી લેનાર સીઈઓ છે.

  • રાજેશ ગોપીનાથ સૌથી વધુ સેલેરી લેનાર સીઈઓ
  • કૃતિવાસન પાસે 34 વર્ષથી વધુનો કામનો અનુભવ
  • રાજેશ ગોપીનાથને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે છ વર્ષ કામ કર્યું

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં 22 વર્ષની શાનદાર કારકિર્દી અને છેલ્લા છ વર્ષથી મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે સેવા આપ્યા બાદ રાજેશ ગોપીનાથને તેમની અન્ય ફરજો નિભાવવા માટે પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. TCS એ BFSI બિઝનેસ ગ્રુપના વર્તમાન પ્રમુખ અને વૈશ્વિક વડા કે કૃતિવાસનને તાત્કાલિક અસરથી CEO તરીકે નિયુક્ત કર્યા છે. કૃતિવાસન પાસે કંપનીમાં 34 વર્ષથી વધુ કામનો અનુભવ છે. તેમજ કૃતિવાસન હાલમાં કંપનીના બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ (BFSI) બિઝનેસ ગ્રુપના પ્રમુખ અને વૈશ્વિક વડા છે.

જાણો કોણ છે રાજેશ ગોપીનાથ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા ગોપીનાથ 2001થી TCS સાથે જોડાયેલા છે. તેમને ફેબ્રુઆરી 2013માં કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. તેમણે આરઈસી ત્રિચુરપલ્લીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જાણકારી મુજબ તેઓ સૌથી વધુ સેલેરી મેળવનાર સીઈઓ છે.

જાણો રાજેશ ગોપીનાથનો પગાર
TCSનાં મેનેજિંગ ડિરેક્ટરને વર્ષ ૨૦૨૦-૨૧માં પગાર પેકેજ તરીકે રૂ. ૨૦.૩૬ કરોડ મળ્યા હતા. આ માહિતી કંપનીના વાર્ષિક અહેવાલમાં આપવામાં આવી છે. એક વર્ષ અગાઉ ૨૦૧૯-૨૦માં ગોપીનાથને કુલ રૂ .૧૩.૩ કરોડનો પગાર મળ્યો હતો. ટીસીએસના ૨૦૨૦-૨૧ ના વાર્ષિક અહેવાલ મુજબ, ગોપીનાથને પગાર રૂપે રૂ. ૧.૨૭ કરોડ, ભથ્થા, સુવિધા વગેરે રૂ. ૨.૦૯ કરોડ જ્યારે કમિશન તરીકે ૧૭ કરોડ રૂપિયા મળ્યા છે. ટીસીએસના મુખ્ય ઓપરેટિંગ અધિકારી એન ગણપતિ સુબ્રમણ્યમને ગયા નાણાકીય વર્ષમાં રૂ. ૧૬.૧ કરોડનું વેતન પેકેજ મળ્યું હતું. તેને પગાર રૂપે રૂ. ૧.૨૧ કરોડ, ભથ્થાં અને અન્ય લાભો રૂ. ૧.૮૮ કરોડ અને કમિશન તરીકે રૂ .૧૩ કરોડ મળ્યા છે.

Most Popular

To Top