SURAT

સ્માર્ટ સુરત કોર્પોરેશન: ઇમરજન્સીમાં વલસાડથી કચરાગાડીમાં વેન્ટિલેટરો મંગાવ્યા

સુરતમાં (Surat) વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી (Valsad) વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. ખાસ વાત તો એ છે કે સ્માર્ટસિટી સુરતમાં સ્માર્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા વલસાડથી કચરા ગાડીમાં (Garbage cart) વેન્ટિલેટર સુરત લાવવામાં આવ્યા હતા. કર્મચારીઓએ ઇમરજન્સી હોવાથી કચરા ગાડીમાં વેન્ટીલેટર લેવા આવ્યા હોવાનું કહ્યુ હતું. સુરતની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર લઇ જવાયા હતા. રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર (Ventilator) મોકલવામા આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ સોમવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સુરત મનપાની વ્યવસ્થા બાબતે અનેલ સવાલો ઉઠ્યા છે. મનપામાં (Municipal Corporation) કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. એટલું જ નહીં આ ટેમ્પોમાં વેન્ટિલેટરને પેક કર્યા વગર ખુલ્લાં જ સુરત રવાના કરવામા આવ્યા હતા.

કોરોના કેસમાં સતત વધારો થતાં સુરતમાં (Surat Corona Case) સ્થિતિ ખુબજ ગંભીર જોવા મળી રહી છે. એવામાં કોરોના દર્દીઓને (Corona Patient) ઓક્સિજનની ખુબજ જરૂર પડતી હયો છે. ત્યારે કોરોના દર્દીઓ માટે સુરતની હોસ્પિટલોમાં 45 ટકા ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. તો બીજી તરફ દર્દીઓના પરિવારજનોને ઓક્સિજનની (Oxygen) બોટલો માટે વહેલી સવારના 3 વાગ્યાથી લાઇનો લગાવી પડે છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 633 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી 387 દર્દીઓ ઓક્સિજન ઉપર છે અને ક્રિટીકલ સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જ્યારે 108 લોકોને બાયપેપ તેમજ 17 દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ 281 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 198 દર્દીઓ ઓક્સિજન ઉપર છે. જ્યારે 17 દર્દી વેન્ટીલેટર અને 46 દર્દી બાયપેપ ઉપર છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ 1000 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરની પ્રાઇવેટ હોસ્પિટલો પણ ફૂલ થઇ ગઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top