Gujarat Main

પીએમ મોદી સાતમી એપ્રિલે વાલીઓ વિદ્યાર્થીઓ અને ટીચર્સ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે

સુરત: (Surat) સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વિકટ સ્થિતએ તોબા પોકરાવી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વાલીઓ વિદ્યાર્થીઓ અને ટીચર્સ (Parents Students Teachers) સાથે પરીક્ષા પે ચર્ચા માટેનું આયોજન કર્યું છે. આગામી સાતમી એપ્રિલે સાંજે સાત કલાકે પીએમ મોદી ઓનલાઇન વર્ચ્યુઅલ મોડમાં પરીક્ષા પે ચર્ચા કરશે. આ માટે દરેક જિલ્લાના ડીઇઓને સૂચના અપાઇ છે કે તેમના વિસ્તારમાં આવતી શાળાના આચાર્યો શિક્ષકો તેમજ બાળકો સુધી આ ક્રાર્યક્રમનો પ્રયાર થાય.

જોકે બુધ્ધીજીવીઓના મતે મોદીના આવા ગતકડા કરતા સીધી ગ્રાઉન્ડ રીયાલીટી જાણી અસરકારક આદેશ આપે તે આવશયક બન્યુ છે. કેમ કે હાલ કોરોના વચ્ચે શાળાઓ બંધ છે. શાળાઓ કયારે ચાલુ થશે તેના ઠેકાણા નથી. કોરોના સંક્રમણના કેસો પણ ઉછળી રહયા છે. તે જોતા દરેક વાલી અને વિદ્યાર્થીના મનમાં પરીક્ષા લેવાશે કે કેમ તેનો વિચાર ફરી રહયો છે. આ સ્થિતિ વચ્ચે પરીક્ષા પે ચર્ચા કરતા મોદી સીધી કોઇ ઘોષણા કરે તે જરૂરી બન્યુ છે.

reopens schools

રાજ્યની તમામ શાળાઓમાં ધો 1થી 9નું શિક્ષણ કાર્ય બંધ

ગાંધીનગર : રાજયમાં કોરોનાના કેસો વધતાં હવે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે , જેના ભાગરૂપે રાજયમાં ધો 1થી 9માં આવતીકાલ તા.5મી એપ્રિલથી શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ કર્યો છે. સીએમ વિજય રૂપાણીના (CM Vijay Rupani) અધ્યક્ષ સ્થાને આજે રાત્રે ગાંધીનગરમાં કોર ગ્રુપની બેઠક મળી હતી, જેમાં કોરોનાના વધતાં કેસોની સમીક્ષા કરાઈ હતી. કોરોનાના વધતાં કેસોના પગલે રાજયમાં ધો 1થી 9 ની તમામ શાળાઓમાં (Schools) તા.5મી એપ્રિલથી અન્ય સૂચના કે નવો આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનું રહેશે.સરકારનો આ આદેશ તમામ સરકારી કે ખાનગી શાળાઓએ પાળવાનો રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ (Teaching Work) રાખવામાં આવશે.

ત્યારે હવે પીએમ મોદી દ્વારા આગામી 7 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા બાબતે વર્ચ્યુઅલ ચર્ચા કરવામાં આવશે. જેથી હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top