SURAT

સુરતમાં કાપડ વેપારી સાસરે ગયા અને ઘરમાં ડાયમંડ જડિત દાગીના મળી 21 લાખની ચોરી થઈ ગઈ

સુરત: (Surat) સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારીના (Textile Trader) ઘરમાંથી મંગળવારે તસ્કરોએ હોલની બારીની સ્લાઈનું લોક તોડીને ફ્લેટમાં પ્રવેશી સોનાની હીરાજડિત દાગીના મળી કુલ 21.07 લાખની ચોરી (Theft) કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Umra Police Station) નોંધાઈ હતી.

  • સિટી લાઈટમાં કાપડ વેપારીના ઘરમાં સોનાના ડાયમંડ જડિત દાગીના મળી 21 લાખની ચોરી
  • મહિધરપુરામાં કાપડ અને લેસપટ્ટીનો વેપાર કરતા પ્રિયાંક શાહની પોલીસ ફરિયાદ
  • હીરાજડિત દાગીના મળી કુલ 21.07 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ

સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહ મહિધરપુરામાં કાપડ અને લેસપટ્ટીનો વેપાર કરે છે. ગત તા.19 સપ્ટેમ્બરે સાંજે પ્રિયાંકભાઈ તેમની પત્ની સાથે સાસરે ગયા હતા. રાત્રે તેઓ ઘરે આવીને તેમના ગેસ્ટ રૂમમાં સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગે પ્રિયાંકભાઈ જાગીને તેમના હોલમાં આવ્યા હતા. જ્યાં સોફા પર જ્વેલરીનાં બોક્સ ખુલ્લી હાલતમાં પડેલાં હતાં. તેમના ફ્લેટના માસ્ટર બેડરૂમમાં કબાટમાં મૂકેલાં આ બોક્સ જોઈને તેઓ ચોંકી ગયા હતા. હોલની કાટની બારીની સ્લાઈડનું લોક તૂટેલું હતું. બાદ તેમને રૂમમાં જઈ જોતાં સોનાની ડાયમંડની વીંટી, બંગડીઓ, બુટ્ટી, સોનાનાં પેન્ડલ, બ્રેસલેટ, ચેઈન મળી કુલ 328.15 ગ્રામ સોનાના દાગીના ડાયમંડ જડિત જેની કિંમત 21.07 લાખની મત્તાની વસ્તુઓ ગાયબ હતી. એ જોઈ પ્રિયાંકભાઈએ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

શરતોનો ભંગ થતો હોય તો પણ વાહન ચોરીના કેસમાં વીમા કંપની 75 ટકા રકમ આપવા બંધાયેલી : કોર્ટે
સુરત : જો વીમા કંપનીની શરતોનો ભંગ થતો હોય તો પણ વાહન ચોરીના કેસમાં વીમા કંપની ક્લેઇમના 75 ટકા રકમ આપવા માટે બંધાયેલી છે તેવું ટાંકીને કોર્ટે રૂા.3.41 લાખના 75 ટકા એટલે કે રૂા. 2.55 લાખ વીમેદારને ચૂકવી આપવા માટે વીમા કંપનીને આદેશ આપ્યો હતો.

આ કેસની વિગત મુજબ પવર્ત પાટીયા પાસે ખોડિયારનગર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ બાબુભાઇ પરમારએ સને-2015માં મારૂતી વેગનઆર લીધી હતી. જેની બજાર કિંમત રૂા.4.13 લાખ હતી. કિશોરભાઇએ આ કાર અંગે એચડીએફસી એરગો જનરલ ઇન્સ્યોરન્સ કં. લી. પાસેથી ઇન્સ્યોરન્સ ખરીદ્યો હતો. આ પોલીસી અમલમાં હતી તે દરમિયાન કિશોરભાઇની કાર ચોરાઇ ગઇ હતી. જે અંગે પૂણા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. બીજી તરફ ગાડી ચોરાયા અંગે વીમા કંપની પાસેથી ક્લેઇમ માંગવામાં આવતા વીમા કંપનીએ ફરિયાદ આઠ દિવસ મોડી નોંધાઇ હોવાનું કારણ રજૂ કરીને ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જે અંગે ક્લેઇમની રકમ રૂા.3.41 લાખ વ્યાજ સહિત પરત લેવા માટે કિશોરભાઇએ એડવોકેટ મોના કપૂર મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. વકીલ દ્વારા કોર્ટમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસીની શરતોનો ભંગ થતો હોય તો પણ વીમા કંપની ક્લેઇમના 75 ટકા આપવા માટે બંધાયેલી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ રૂા.3.41 લાખની કિંમતના 75 ટકા એટલે કે રૂા. 2.55 લાખનો ક્લેઇમ આપવા માટે વીમા કંપનીને આદેશ આપ્યો હતો.

Most Popular

To Top