Surat Main

સુરતમાં બિન્દાસ્ત ધમધમી રહ્યા છે સેક્સ બજાર અને પોલીસ હપ્તા લઈ આંખ મીંચી લે છે

સુરત: (Surat) શહેરમાં પોલીસ (Police) હવે કૂટણખાનાઓને (Brothel) છોડી રહી નથી. પહેલા શહેરની બહાર કૂટણખાના એટલે કે સેકસ બજાર ધમધમતાં હતાં. હવે શાળાઓ અને બજારમાં જ્યાં સામાન્ય લોકો હરે ફરે છે તેવા સ્થળે સ્પાના નામે આવા સેકસ (Sex) બજારો સક્રિય થયા છે. એસડી જૈન, શારદાયતન, લાન્સર આર્મી સ્કૂલ, અંબાણી સ્કૂલની આસપાસ પચાસ કરતા વધારે કૂટણખાના સ્પાની આડમાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત શોપિંગ મોલોમાં જયા સામાન્ય મીડલ કલાસ આવે છે. ત્યાં સરેઆમ સેકસ રેકેટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમાર્ગો પરથી પસાર થતી વખતે પણ ખૂલ્લેઆમ સ્પાના બોર્ડ નજરે પડી રહ્યાં છે. ઉમરા ડીસ્ટાફે (D-Staff) તો નલાઇકીની હદ વટાવી છે. સતત તેઓના વિસ્તારમાં સેકસ બજાર ચાલુ રહ્યા છે. તેમાં ઇસ્કોન મોલ હવે સેકસ બજાર બની ગયુ છે. ફક્ત ઇસ્કોન મોલમાં જ સ્પાની આડમાં 14 જેટલા કૂટણખાના ધમધમી રહ્યાં છે. આ ઉપરાંત રાહુલ રાજ મોલમાં પાંચ કૂટણખાના ચાલી રહ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસ સ્ટેશનો વીસ થી ચાલીસ હજારનુ સેકશન લઇ રહ્યા હોવાની વાત છે. તેમાં ઉમરા પોલીસનો ડીસ્ટાફે તમામ હદ વટાવી દીધી છે. આ મામલે કમિ અજય તોમર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શાળાઓની આસપાસ શરૂ કરાય છે કપલ કૂપ
કપલ કૂપ એટલેકે તમારા અંડર 18 બાળકો જો ટયૂશને જાય તો ચેક કરજો કેમકે હવે એવા કપલ કૂપ બની ગયા છે. જેમાં અંદરથી લોક મારીને ટીનએજર્સ કિશોર કિશોરીઓ બીભત્સ હરકતો કરતા હોય છે. ઉમરના ચડતા આ વળાંક માટે હવે આ કપલ કૂપ વિકૃતીઓ સંતોષવા માટેનુ સેન્ટર બન્યા છે. આ તમામમાં સૌથી શર્મનાક બાબત એ છે કે આ કપલ કૂપમાં કલાકનો બેસવાનો ભાવ લેવામાં આવે છે. તેમાં કપલ કૂપને લોક કરીને ઇચ્છે તેવી વિકૃતી સંતોષાય છે. હાલમાં યુનિવર્સિટી રોડ અને તેની આસપાસ આવેલી શાળાઓ એસડી જૈન , અંબાણી, તથા પીપલોદની આસપાસ આ રીતે કપલ કૂપ ખૂલ્યા છે. તગડા પોલીસ સેકશન સાથે આ કપલ કૂપ ખોલવામાં આવ્યા હોવાની વાત છે.

ઉમરા પોલીસના ડી સ્ટાફને આવા ગોરખધંધા બંધ કરાવતા કોની શરમ નડે છે?
આ તમામમાં સૌથી શર્મનાક બાબત એ છે કે જો ધારાસભ્ય ફરિયાદ કરતા હોય તો પછી પોલીસ શા માટે આવા સેકસ બજાર બંધ કરાવી રહી નથી. પોલીસને આ સેકસ બજાર ચલાવવામાં શા માટે રસ છે. તે પણ શાળાઓ અને શોપિંગ મોલમાં આ સેકસ બજાર ચલાવાઇ રહ્યા છે.

શાળાઓની આસપાસ કોઇ ગોરખધંધા ચલાવી નહીં લેવાઇ : અજય તોમર
કમિ અજય તોમરે જણાવ્યુંકે શાળાઓ અ્ને ટયૂશન કલાસની આસપાસ આ બજારો હશે તો જે તે પોલીસ સ્ટેશનની સામે આકરી કાર્યવાહી કરવામાં આ્રવશે.

Most Popular

To Top