National

મુંબઈ ડ્રગ્સ કેસ: લાંચના આરોપ બાદ સમીર વાનખેડે પર તપાસની તલવાર

મુંબઈ: (Mumbai) આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં હવે એનસીબીના સમીર વાનખેડે (Sameer Vankhede) પર ગાળીયો કસાયો છે. સાક્ષી દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમે સમીર વાનખેડેની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ કાર્યાલયથી દિલ્હી મુખ્યાલયે એનસીબી (NCB) પર લાગેલા આરોપોનો આખો રિપોર્ટ માંગ્યો છે. કહેવાય છે કે એનસીબીના ચીફ વિજિલન્સ ઓફિસર જ્ઞાનેશ્વર સિંહ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. બીજી તરફ સમીર વાનખેડેના પરિવાર અને ખાસ કરીને એમની મુસ્લિમ માતા વિષે ઉઠેલા સવાલો બાદ આ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે.

મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસને ‘ડોન્ટ-એરેસ્ટ-મી’નો પત્ર લખ્યો છે. તેણે પોતાને ફસાવવાની આશંકા વ્યક્ત કરીને કાયદાકીય કાર્યવાહીથી રક્ષણ માંગ્યું છે. આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્ર અંગે આજે ટ્વિટ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર- આ અંગે સમીર વાનખેડેએ કહ્યું કે મને નવાબ મલિક દ્વારા જન્મ પ્રમાણપત્રને લઈને તાજેતરમાં કરવામાં આવેલા ટ્વિટ વિશે જાણવા મળ્યું છે. મારા પરિવારને આ મામલામો ખોટી રીતે શામેલ કરવામાં આવી રહ્યો છે. મારી માતા મુસ્લિમ હતી તો શું તે મારી મૃત માતાને આ બધામાં લાવવા માંગે છે? મારી જાતિ અને પૃષ્ઠભૂમિને ચકાસવા માટે, તે, તમે અથવા કોઈપણ મારા વતન જઈ શકો છો અને મારા પરદાદા પાસેથી મારા વંશની ચકાસણી કરી શકો છો, પરંતુ તેમણે આ રીતે ગંદકી ફેલાવવી જોઈએ નહીં. હું કાયદેસર રીતે લડીશ અને કોર્ટની બહાર આ અંગે વધુ ટિપ્પણી કરવા માંગતો નથી.

સમીર વાનખેડેનો દર્દ તેમના શબ્દોમાં..

‘હું ખૂબજ ધાર્મિક અને બિનસાંપ્રદાયિક પરિવારમાંથી આવું છું. મારા પિતા હિન્દુ છે, જ્યારે માતા મુસ્લિમ હતા. મારા અંગત દસ્તાવેજો ટ્વિટર પર મૂકવું અનાદરપૂર્ણ છે. આ મારા પરિવારની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના ખોટા હુમલાથી હું દુખી છું..

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસે યૂ ટર્ન લીધો છે. હવે કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડેને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. સમીર વાનખેડેની તપાસમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન જેલના સળિયા પાછળ છે. સમીર વાનખેડે ખરેખર લાંચ લીધી છે કે નહીં તે હવે તપાસનો વિષય છે. આ બાજુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના વકીલ અદ્વૈત સેઠનાએ કહ્યું કે, તપાસને ભટકાવવા માટે ખુબ સારી કોશિશ થઈ રહી છે. આ માટે ક્યારેક ધમકી આપીને તો ક્યારેક સાક્ષીઓને ઈન્ફ્લુઅન્સ કરીને તપાસને પ્રભાવિત કરવામાં આવી રહી છે. 

જણાવી દઈએ કે મુંબઈ NCBના અધિકારીઓએ તપાસ એજન્સી વિરુદ્ધ થયેલા આરોપોનો વિગતવાર રિપોર્ટ NCBના ડિરેક્ટર-જનરલને સુપરત કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્ઞાનેશ્વર સિંહે NCBના ચીફ વિજિલન્સ ઓફિસર પણ છે. તેમણે વાનખેડે વિરુદ્ધ આંતરિક તપાસ સોંપી છે. સમીર વાનખેડે મંગળવાર 26 ઓક્ટોબરના રોજ દિલ્હી NCB હેડક્વાર્ટર્સમાં રિવ્યૂ મીટિંગમાં હાજર રહેશે.

Most Popular

To Top