SURAT

સુરત-શારજાહ ઇન્ટરનેશનલ ફ્લાઈટનો આ હશે શિડ્યૂલ

સુરત: (Surat) સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની વારંવારની રજૂઆતોનો આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIR INDIA EXPRESS)એ સ્વીકાર કર્યો અને અઠવાડિયાના 2 દિવસ માટે ફલાઇટ શરૂ થવા જઇ રહી છે જેનો શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યો છે.

16 ફેબ્રુઆરી 2019માં શરૂ થયેલી એરઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને પ્રથમ વર્ષેજ 80 ટકા પેસેન્જર લોડ સાથે બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. તે પછી 22 સપ્ટેમ્બરથી સુરત સહિત ભારતના મહત્વના શહેરોમાં કોરોનાની સ્થિતિ વકરતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. તેને લીધે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ રદ કરી હતી. હવે એક વર્ષના લાંબા અંતરાળ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ માટે ફરી બુકિંગ શરૂ કર્યુ છે.

અગાઉ સપ્તાહમાં ચાર દિવસ ચાલતી આ ફ્લાઇટ કોરોનાની સ્થિતિમાં સપ્તાહમાં બે દિવસ ઓપરેટ થશે. શારજાહથી આ ફ્લાઇટ રાતે 19:35 કલાકે ઉપડી સુરત 23:45 કલાકે આવશે અને સુરતથી રાતે 12:45 કલાકે ઉપડી 2:30 કલાકે શારજાહ પહોંચશે. શારજાહથી આ ફ્લાઇટ રવિવારે અને બુધવારે ઉપડશે. જ્યારે સુરતથી આ ફ્લાઇટ સોમવાર અને ગુરૂવારે શારજાહ જવા રવાના થશે. ફ્લાઇટની જાહેરાત થતાજ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સ્થાનિક એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી છે.

  • શારજાહ-સુરત ફ્લાઇટ માટેનું શિડ્યુલ
  • વાર શારજાહથીઉપડશે સુરત પહોંચશે
  • રવિવાર 19:35 23:45
  • બુધવાર 19:35 23:45
  • વાર સુરતથી ઉપડશે શારજાહ પહોંચશે
  • સોમવાર 00:45 02:30
  • ગુરૂવાર 00:45 23:45
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top