SURAT

આડતિયા તરીકે ઓળખાવીને ઠગની કાપડ બજારમાં 81 લાખની છેતરપિંડી

સુરત : રાજસ્થાનમાં (Rajasthan) પોતાની કાપડની ખૂબ મોટી એજન્સી હોવાની વાત કરી તથા મોટા પાયે સંખ્યાબંધ રાજ્યોમાં માલ વેચી આપવાનુ જણાવીને ઠગબાજે રીંગરોડ પર ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) દુકાન ધરાવતા રાજપુરોહિત બંધુઓને વિશ્વાસમાં લીધા હતા. દરમિયાન આડતિયા તરીકે પોતાની ઓળખ આપીને ચીટરે કુલ 81.60 લાખની છેતરપિંડી કરી હતી સાડીનો માલ લીધા પછી તેના નાણાં નહી આપીને મકાનને તાળા મારીને ચીટર ભાગી જતા આ મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાયો હતો.

મૂળ રાજસ્થાનના વતની જાલમસિંગ રાજપુરોહિત (ઉ. વર્ષ 44) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં નેવ્યા સાડીની દુકાન તેઓ ધરાવે છે. તેઓ પાસે દોઢ વર્ષ અગાઉ તેમના વેપારી મિત્રને ત્યાં કામ કરતો દિનેશ પ્રકાશ આવ્યો હતો. પોતે સાડીની એજન્સી ચાલુ કરી હોવાનુ જણાવ્યુ હતુ. અન્ય રાજ્યોમાં સારી શાખ હોવાનુ જણાવી માલ ખરીદી કર્યો હતો. કુલ મળીને 81.60 લાખનો માલ લઇને આરોપી રફૂચક્કર થઇ ગયો હતો.

4.50 લાખનું 92 ગ્રામ સોનું લઈ બંગાળી કારીગર ફરાર
સુરત: મહિધરપુરા વિસ્તારમાં આવેલી ઘીયાશેરીમાં કલ્પતરુ બિલ્ડિંગમાં શક્તિ જ્વેલર્સમાંથી બંગાળી કારીગર દ્વારા 4.50 લાખની કિંમતનું 92 ગ્રામ સોનાની ચોરી કરીને પલાયન થઇ ગયો હતો. મુકેશ ઈશ્વર પટેલ (ઉં.વ.૪૫) (ધંધો-વેપાર) (રહે., વિમલનાથ રેસિડન્સી, એલ.પી.સવાણી રોડ, મૂળ રહે.,પાલનપુર) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તેમનો કારીગર માસૂમ અન્સાર શેખ (રહે.,બસીરહાટ ગામ, કોદલિયા, પશ્વિમ બંગાળ) દ્વારા બપોરે એક વાગ્યાની આસપાસ 92 કેરેટ કાસ્ટિંગ કરેલું સોનું લઇ ફરાર થઇ ગયો હતો. તેને ડિલિવરી આપવા માટે મોકલ્યો હતો. પરંતુ તે સ્થળ પર ન પહોંચતા તેનો કોઇ અતોપતો ન જણાતાં મહિધરપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

સચિન મીંઢોળા નદી કિનારેથી 80 કિલો ગૌમાંશ પકડાયું, ખાટકી સહિત ત્રણ વોન્ટેડ
સુરત : સચિન પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ સામરોદ ગામથી મીંઢોળા નદી તરફ જવાના રોડ પર દોઢ કિલોમીટરના અંત્તરે નદીના કિનારા નજીક ખાડીની બાજુમાં ગૌવંશનું કતલખાનુ ચાલતુ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી ગૌવંશનું 80 કિલોગ્રામ માસ ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્રિકમ, કુહાડી, પાવડો, ચપ્પુ ઉપરાંત કત્લ કરવા માટે લાવવામાં આવેલા એક બળદ સહિત કુલ રૂ. 39 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે દરોડા પાડતા ગૌવંશની કતલ કરનાર ખાટકી મુનાફ ઉર્ફે મુન્નો મહમદ સુરતી (રહે. સામરોદ ગામ, તા. ચોર્યાસી, સુરત) અને તેના બે કારીગર સાકીર અને હાઇફાઇ ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસ ત્રાટકતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસના દરોડાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

Most Popular

To Top