Vadodara

મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી, બાંકડા ઉઠાવ્યા બાદ લાકડી લઈને મારવા પહોંચ્યા

  • નગરસવવિકા ભૂમિકા રાણાના પિતા રાજપાટમાં હોવાની ચર્ચા 
  • અસામાજિક તત્વો અહીં અડિંગો જમાવટ હતા તેથી બાંકડા હટાવ્યા : ભૂમિકા રાણા 

વડોદરા મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે. તેઓ લાકડી લઈને રજૂઆત કરવા ગયેલા યુવાનોને મારવા પહોંચ્યા હતા. જો કે તેઓ રાજપાટમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. 

વડોદરાના વોર્ડ 7 માં આવેલા નવી ધરતી રાણા વાસ વિસ્તારમાં ત્રીજી લાઈનમાં  પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના દ્વારા  બાંકડા મુકવામાં આવ્યા હતા. આ બાંકડા કોર્પોરેટર ભૂમિકા રાણાના ઈશારે ઉઠાવી લેવાયા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. . આ અંગે  સ્થાનિક રહીશો રજૂઆત કરવા કોર્પોરેટરના ઘરે ગયા હતા. જો કે આ વિસ્તારમાં કોર્પોરેટર પિતા રહે છે. જેઓ સાથે રજૂઆત બાદ બોલાચાલી થઇ હતી. રજૂઆત કરવા ગયેલા યુવાનો ત્યાર બાદ પરત આવી ગયા હતા પરંતુ  કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાનો અચાનક ગુસ્સે ભરાઈ ગયા હતા અને  તેઓ લાકડી લઈને પોતાની મોટર સાયકલ ઉપર જ્યાંથી બાંકડા ઉઠાવ્યા હતા ત્યાં આવી ચઢ્યા હતા. અને રજૂઆત કરવા ગયેલા યુવાનને શોધી મારવા માટે આવ્યા હતા. જો કે અન્ય યુવાનોએ તેઓને રોક્યા હતા અને તેઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. આ વીડિયો વાયરલ થયો છે.

આ અંગે પૂર્વ કોર્પોરેટરના પતિ દીક્ષિત રાણાએ જણાવ્યું હતું કે સ્થાનિકો રજૂઆત કરવા ગયા હતા અને ત્યાં બોલાચાલી થઇ હતી જે બાદ આ સમગ્ર ઘણા બની છે.

જો કે આ અંગે કોપોરેટર ભૂમિકા રાણાએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ અગાઉ આ બાંકડા મુકાવ્યા હતા પરંતુ સ્થાનિકોએ જ રજૂઆત કરી હતી કે અહીં અસામાજિક તત્વો આવીને મહેફિલ માણે છે. જેથી આ બાંકડા હટાવ્યા છે. આ લોકો દારૂ પી ને અમારા ઘરે આવ્યા હતા અને ગંદી ગાળો આપતા હતા. અમે 100 નંબર પર ફોન કર્યો એટલે તેઓ ત્યાંથી નાસી છૂટ્યા. મારા પિતાને પણ મારવાની ધમકી આપીને ગયા હતા. અસામાજિક તત્વો અહીં બેસવાથી આસપાસના રહીશો હેરાન થતા હતા તેથી લોકોની રજૂઆતથી જ આ બાંકડા હટાવ્યા છે. મારા પિતાએ કોઈને લાકડી ઉગામી પણ નથી. પરંતુ તેઓ પપ્પાને ન મારી બેસે એટલે પોતાની સેફટી માટે લાકડી લઈને ગયા હતા. 

Most Popular

To Top