SURAT

સુરતમાં પોલીસ કંટ્રોલમાં ફોન કરનાર જ આવું કામ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું

સુરત: (Surat) લાલગેટની હોટલ સનસીટી પાસે ઝઘડો થઇ રહ્યો હોવાનો પોલીસ કંટ્રોલમાં (Police Control) કોલ મળ્યો હતો. કોલના આધારે સ્થળ પર પહોંચેલી મહિધરપુરા પોલીસે કોલ કરનાર વ્યક્તિનો મોબાઇલ ચેક કરતા તે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું બહાર આવતા પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

  • પોલીસ કંટ્રોલમાં ફોન કરનાર જ ઓનલાઈન સટ્ટા બેટીંગ રમતો હોવાનું બહાર આવ્યું
  • ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી જતા બે વ્યક્તિ સાથે બોલાચાલી થતાં પોલીસને ફોન કર્યો
  • પોલીસે કોલ કરનારનો મોબાઇલ ચેક કરતા સટ્ટો રમતો હોવાનું બહાર આવતા ગુનો નોંધ્યો

મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કંટ્રોલમાં રૂમ તરફથી લાલદરવાજા હોટલ સનસીટી ખાતે ઝઘડો થતો હોવાનો મેસેજ મળ્યો હતો. હોટલ સનસીટી ખાતે જતા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર ઉજાસ દિપકભાઇ પંડ્યા (ઉ.વ-૩૫ રહે-ઘર નં-૬, હરીહર સોસાયટી, મામા કલ્યાણ સર્કલ પાસે, નરોડા, અમદાવાદ) એ જણાવ્યું હતું કે, તેણે બે વ્યક્તિઓને પૈસા આપવાના છે. પોતે હાલ પૈસા આપી શકે તેમ નહીં હોવાથી પૈસા લેવા આવનાર વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ હતી. તપાસ કરતા ઉજાસ પંડ્યા ક્રિકેટ સટ્ટામાં પૈસા હારી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેની ઝડતી લેતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તેના ગુગલ ક્રોમમાં ચેક કરતા BETB HAI9 નામની એપ્લિકેશન ઓપન હતી. લાઈવ ક્રિકેટ ઉપર સટ્ટો રમતો હતો. આઈડી મેળવનારને વોન્ટેડ જાહેર કકી પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરનારની સામે જ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top