Dakshin Gujarat

પાંચ સંતાનોની માતા પ્રેમી સાથે ઝાડી-ઝાંખરામાં એકાંતમાં બેઠી હતી ત્યારે થયું આવું…

પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા (Married Women) ધુળેટીના (Dhuleti) દિવસે તેના પ્રેમી (Lover) સાથે વાંકાનેડા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ ગઈ હતી. એ સમયે વરેલીના ત્રણ યુવાનોએ મહિલા અને તેના પ્રેમીને ચપ્પુની અણીએ બાનમાં લઈ ત્રણ પૈકી એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચરવાની ઘટના અંગે કડોદરા જીઆઇડીસી પોલીસ (Police) મથકમાં ફરિયાદ (Complaint) નોંધાતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પાંચ સંતાનની માતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

  • વાંકાનેડામાં પ્રેમી સાથે એકાંતમાં બેઠેલી પાંચ સંતાનની માતા ઉપર ચપ્પુની અણીએ બળાત્કાર
  • ધુળેટીના દિવસે પતિ સંબંધીઓ સાથે ફરવા જતાં મહિલા પ્રેમી સાથે ફરવા નીકળી હતી
  • ત્રણ જણાએ બંનેનો પીછો કરી ધમકી આપીને ચપ્પુની અણીએ મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને હાલ પલસાણાના વરેલી ખાતે તેના પતિ સાથે રહેતી 28 વર્ષીય મહિલા પાંચ સંતાનની માતા છે. ગત 18મી માર્ચે ધુળેટીના દિવસે મિલમાં રજા હોવાથી આ મહિલાનો પતિ અન્ય સંબંધી સાથે ફરવા ગયો હતો. એ સમયે આ પરિણીતા તેના પ્રેમી સાથે વાંકાનેડા ગામે નહેર તરફ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ગઈ હતી. આ પ્રેમી જોડું અવાવરુ જગ્યાએ ગયું હોય તે અંગેની જાણ પ્રેમી યુવાનને પરિચીત વરેલીના ત્રણ માથાભારે યુવાન મહાવીર, બલરામ તેમજ મુકેશને થઈ હતી. જેઓ પ્રેમી જોડાને પીછો કરી અવાવરુ જગ્યાએ પહોંચી ગયા હતા. જે પૈકી મુકેશે આ મહિલાનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે બાલારામે ચપ્પુ કાઢી બંનેને બાનમાં લીધાં હતાં અને જણાવ્યું હતું કે, અવાજ કરશો તો બંનેને જાનથી મારી નાંખીશું. ત્યારબાદ મહાવીર મહિલાને થોડે દૂર લઈ ગયા બાદ ઝાડી-ઝાંખરીમાં ચપ્પુની અણીએ મહિલાની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રણેય ઇસમ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ બદનામીના ડરે મહિલા અને તેના પ્રેમીએ ઘટના અંગે કોઈને જાણ કરી ન હતી. બાદ મહિલાએ તેના પતિને જાણ કરતાં પતિએ પોલીસ ફરિયાદ કરવા જણાવતાં પતિ સાથે મહિલાએ કડોદરા પોલીસમથકમાં આવી મહાવીર જાટ, બલરામ તેમજ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસ આ અંગે વધુ કહેવા માંગતી નથી. પરંતુ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top