SURAT

સુરતમાંથી પકડાયું નાઇકી અને અંડર આર્મર કંપનીના ડુપ્લીકેટ ટ્રેક, જેકેટનું ગોડાઉન

સુરત: (Surat) નાઇકી (Nike) કંપની અને અંડર આર્મ કંપનીના ડુપ્લીકેટ ગામેન્ટસ પૈકી ટ્રેક, ચડ્ડા, જેકેટ (Jacket) તથા અંડર ગારમેન્ટસનુ ડુપ્લીકેટ માલનુ વેચાણ કરતા સુરતના ચાર વેપારીઓને ત્યા સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 3 જેટલા ઇસમોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. જયારે મુંબઇ (Mumbai) સ્થિત આ ડુપ્લીકેટ કરનાર મુખ્ય ઓર્ગેનાઇઝર વોન્ટેડ (Wanted) હોવાની વિગત જાણવા મળી છે.

  • સીઆઇડી ક્રાઇમ દ્વારા 16.23 લાખના માલ સીઝ કરાયો
  • ચાર જેટલી દુકાનોમાં કરવામાં આવતો હતો ધંધો
  • નાઇકી અને અંન્ડર આર્મર કંપનીનો ડુપ્લીકેટ માલ અસલમાં ખપાવીને ઓનલાઇન પણ વેચવામાં આવતો હતો

આ મામલે સીઆઇડી ક્રાઇમમાં સંજય કિશોરકુમાર વર્મા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. નાઇકી કંપની અને અંડર આર્મર કંપનીના ટીશર્ટ, જેકેટ, ચડ્ડા જેવી કંપનીના કોપીરાઇટ જોવાની કામગીરી કંપની દ્વારા આ મેનેજરને સોંપવામાં આવી છે. તેઓએ સીઆઇડી ક્રાઇમને સુરતમાં ચાર સ્થળોએ નાઇકી અને અંન્ડર આર્મર કંપનીનો લાખ્ખોની મત્તાનો ડુપ્લીકેટ માલ પડયો હોવાની ફરિયાદ કરી હતી. તે ફરિયાદને આધારે્ ભાગળ ખાતે આવેલી (1) આસ્થા ક્રિએશન દુકાન નંબર 3 -158, (2) કયુ ફોર હોઝયરી એન્ડ સ્પોર્ટસ વેર દુકાન જે 157નંબરની દુકાન છે. તથા(3) પ્રો સ્પોર્ટ નામની દુકાન નંબર 3 -156ની દુકાન પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. (4) પ્રો સ્પોર્ટ દુકાન તેમાં નાઇકી અને અંન્ડર આર્મર કંપનીના ડુપ્લીકેટ ચડ્ડા, ટી શર્ટ , જેકેટ, ટ્રેક પેન્ટ , સેન્ડોનુ વેચાણ કરવામાં આવત હોવાનુ દરોડા દરમિયાન ઝડપાયુ હતુ.

આ દુકાનદારો પાસે માલ ખરીદીના કોઇ બિલ નહી હોવા ઉપરાંત તેઓ દ્વારા બનાવવામાં આવતો માલનો નાઇકીમાં ખોટી રીતે સીમ્બોલ વાપવામાં આવતો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. નાઇકી અને અંન્ડર આર્મર કંપનીનો આ ધંધો આ લોકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બેરોકટોક કરવામાં આવી રહ્ય હતો. ઓન લાઇન પણ આ લોકો દ્વારા આ ધંધો કરવામાં આવતા નાઇકી અને અન્ડર આર્મર જેવી કંપનીનો ડુપ્લીકેટ માલ મળ્યો હોવાની ફરિયાદો પણ ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. જે બાદમાં કંપની દ્વારા સુરતમાં જ આ માલનુ મેન્યુફેકચરીંગ અને વેચાણ થતુ હોવાનુ માલૂમ પડતા સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરને ફરિયાદ કરતા આ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ દુકાનમાં બેસેલા સ્ટાફ તથા માલિકની ધરપકડ કરવામાં આવી
(1) સૌરભ સતિષકુમાર કસટ, ઉ. વર્ષ 29, રહેવાસી બીજો માળ, અક્ષર ટાઉનશીપ પાસે ઇન્ટરસિટી ટાઉનશીપ પાછળ , પૂણા કુંભારિયા રોડ (2) રાજેશસિંગ હરીશ કરસીંગ ઉ.વર્ષ 37 રહેવાસી અલથાણ, ગોકુલનગર ઝૂપડપટ્ટી, (3) શેખ મહમદ ઇરફાન મહમદ ઇસ્લામ ઉ. વર્ષ 50 રહેવાસી હાફેઝ જીની ગલી, બરાનપુર ભાગળ (4) મહરૂક કાક્કમ વીતીલ રહેવાસી લોકસેવા બિલ્ડીંગ , હિન્દુસ્તાન બેંક નજદીક , શિવશંકર નગાહ આ ઇસમોએ અંદાજે 16.23 લાખના નાઇકી અને અન્ડર આર્મર કંપનીના માલનુ ઉત્પાદન કરીને કોપીરાઇટ એકટનો ભંગ કરેલો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયારે મહરૂક કાક્મક મુંબઇ જે વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top