SURAT

સુરતના 72 વર્ષીય વૃદ્ધની પોલીસે કરી ધરપકડ, એવું તો શું કામ કર્યું કે જેલના સળિયા ગણવા પડ્યાં

સુરત: (Surat) ઘોડદોડ રોડ પર રહેતા વૃદ્ધે પડોશીને મદદના આશયથી 25 લાખ ઉછીના આપ્યા હતા. પડોશીએ (Neighbors) તેના બદલે બંધ બેંક એકાઉન્ટના (Bank Account) ચેક આપતા તે રિટર્ન થયા હતા. વૃદ્ધે પૈસાની માંગણી કરતા ગાળો આપી ધમકી આપતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે આ ગુનામાં 72 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે.

  • ઘોડદોડ રોડ પર વૃદ્ધ પાસેથી 25 લાખ ઉછીના લઈ પરત નહીં આપનાર 72 વર્ષીય વૃદ્ધની ધરપકડ
  • વૃદ્ધે બંધ એકાઉન્ટના ચેક આપતા એકાઉન્ટ ક્લોઝ્ડના શેરા સાથે રિટર્ન થયા હતા

ઘોડદોડ રોડ પર સુભાષનગરમાં રહેતા 66 વર્ષીય નીતીનભાઈ મોહનભાઈ દેસાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ મગનભાઈ દેસાઈ (ઉ.વ.72, રહે.શ્રી દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. મહેન્દ્રભાઈની આર્થિક ફરિયાદ સારી નહીં હોવાથી ગત ઓગસ્ટ 2017 ના રોજ તેમને નીતીનભાઈ પાસે ઉછીના રૂપિયા 4 મહિનામાં પરત આપી દેવાનો વાયદો કરી માંગ્યા હતા. નીતીનભાઈએ પડોશી હોવાથી મદદના આશયથી 25 લાખ રૂપિયા તેમના બેંક ખાતામાંથી આપ્યા હતા.

જેના બદલે મહેન્દ્રભાઈએ ધી સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લિ. ઓલપાડ બ્રાંચનો ચેક આપ્યો હતો. ચાર મહિના પછી આ ચેક બેંકમાં જમા કરતા તમામ ચેક એકાઉન્ટ ક્લોઝ્ડ શેરા સાથે પરત થયા હતા. મહેન્દ્રભાઈનું બેંક એકાઉન્ટ બંધ હોવા છતાં ચેકો આપ્યા હતા. તેના ઘરે જઈને પૈસાની માંગણી કરતા ગાળો આપી ધમકી આપી હતી. જેથી ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી ગઈકાલે મહેન્દ્રભાઈ મગનભાઈ દેસાઈ (ઉ.વ.૭૨) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top