SURAT

સુરતના તાપી નદીના પાળા પાસે મળેલી પતિ-પત્નીની લાશ મામલે આવ્યો ફિલ્મી વળાંક

સુરત: (Surat) શહેરના ફુલવાડી વિસ્તારમાં તાપી નદી (Tapi River) પાળા પાસે અને તાપી કિનારે ગઈકાલે દંપત્તિની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ગુનાનો આરોપી દાહોદથી પકડાતા ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકના આડા સંબંધની (Affair) જાણ થતા પત્નીની હત્યા કરી લાશ ફેંકતો હતો. ત્યારે જ યુવકની પ્રેમીકાના પતિએ તેની હત્યા કરી હતી.

  • પતિના આડા સંબંધની જાણ થતા પત્નીની હત્યા કરી અને બાદમાં પ્રેમીકાના પતિએ યુવકની હત્યા કરી
  • પત્નીની હત્યા કરી લાશને તાપી નદીના પાળા ઉપર નાંખતી વખતે આરોપીએ કૌશીકના માથા પર પથ્થર મારી બાદમાં ગળે ટુંપો આપી હત્યા કરી હતી

ગઈકાલે ફુલવાડી ભરીમાતારોડ તાપી નદીના કિનારે પાળા ઉપર તેમજ તાપી નદીના તટ પાસે એક યુવતી અને યુવકની લાશ મળી હતી. પોલીસે આ બંનેની ઓળખ માટે કવાયત શરૂ કરતા બંને દંપત્તિ હોવાનું સામે આવ્યું હતું. પુછપરછ બાદ કોઇ અજાણ્યાએ કોઇ કારણસર અલ્કેશભાઈ રાવતના નાના ભાઈ કૌશીકભાઈ રાવત (ઉવ.૨૧) અને તેની પત્ની કલ્પનાબેન રાવત (ઉવ.૧૮) ને ઢીકમુક્કીનો મારમારી ગળે ટુંપો આપી બન્નેની હત્યા કરી લાશ એક પાળા ઉપર અને એક લાશ નદીના તટ ઉપર ફેંકી હોવાનું અનુમાનના આધારે ચોક પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દંપત્તિની હત્યાના આ ગંભીર ગુનામાં પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાંચને પણ કામે લાગવા આદેશ કર્યો હતો. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક બજાર પોલીસની ટીમ સાથે મળીને તપાસ હાથ ધરતા આરોપી ગુનાને અંજામ આપી નાસી ગયો હોવાની બાતમી મળી હતી. અને બાતમીના આધારે આરોપી અક્ષય દિનેશભાઈ કટારા (ઉ.વ.૨૧, ધંધો- મજૂરીકામ રહે.ગામ.મલાવશી, તલાવ ફળીયુ તા.ઝાલોદ, જી.દાહોદ) ને દાહોદ બસ સ્ટે‌ન્ડ નજીકથી પકડી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા આરોપી અક્ષયની પત્ની સાથે મૃતક કૌશીકભાઈ રાવતના આંડા સબંધ હતા. જેની જાણ અક્ષય તથા મૃતક કૌશીકની પત્ની કલ્પનાને થઈ હતી. જેથી પતિ પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થતા કૌશીક રાવતે તેની પત્ની કલ્પનાની હત્યા કરી હતી. અને ત્યાર બાદ કલ્પનાની લાશને ચોકબજાર પોલીસની હદમાં આવેલા તાપી નદીના પાળા ઉપર આવેલી અવાવરૂ જગ્યા ઉપર નાંખી હતી. આ દરમિયાન આરોપી અક્ષય કટારાએ કૌશીક રાવતને પથ્થરથી માથા ઉપર ઈજા કરી હતી. અને બાદમાં ગળે ટુંપો આપી તેની હત્યા કરી હતી. અને ત્યારબાદ આરોપી દાહોદ ભાગી ગયો હતો.

Most Popular

To Top