SURAT

લોકો ઢોલ વગાડી રહ્યાં હતાં ત્યારે બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ જાહેરમાં સુરતના બુટલેગરને રહેંસી નાંખ્યો

સુરત: (Surat) મહિધરપુરા વિસ્તારમાં આજે વર્ષો પછી ઘીસનો (Ghees) કાર્યક્રમ યોજાયો હતો. લોકો ઘીસનો નજારો જોવામાં વ્યસ્ત હતા ત્યારે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં રાત્રે બુટલેગર (Bootlegger) ની મોપેડ ઉપર આવેલા ઈસમોએ જાહેરમાં જ ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા (Murder) કરતા ચકચાર મચી જવા પામી છે.

  • રૂંઘનાથપુરા મોટાલા શેરીમાં સરાજાહેર હત્યા
  • બુટલેગર સાહિલ મુલતાની ઉર્ફે સાહિલ પોટલાનું મર્ડર થયું
  • બેથી ત્રણ હુમલાખોરો ઉપરાછાપરી ચાકુના ઘા ઝીંકી નાસી છૂટયા

મહિધરપુરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રૂગનાથપુરા મોટાલા શેરી ખાનસાહેબના ડેલા ખાતે રહેતો ૨૨ વર્ષીય સાહિલ શરાફત મુલતાની ઉર્ફે સાહિલ પોટલા બુટલેગર હતો. રવિવારે રાત્રે નવ વાગે તેના ઘર નજીક મોટાલા શેરીના નાકા પર આવેલી બરફ ફેક્ટરી પાસે મોપેડ પર આવેલા બે થી ત્રણ હુમલાખોરોએ ઉપરાછાપરી ચાકુના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયા હતા. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે શહેરમાં વર્ષો બાદ હોળી પર્વ નિમિત્તે કાઢવામાં આવતી ઘીસનો નજારો જોવા માટે મહિધરપુરા વિસ્તારના લોકો વ્યસ્ત હતા. તે વખતે જ ભારે ચહલ-પહલ વચ્ચે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં ઇંગ્લીશ અને દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સાહિલ પોટલાની અંગત અદાવતમાં ઘાતકી હત્યા થતા મહિધરપુરા તથા શહેર પોલીસ દોડતી થઈ હતી. તેને સારવાર માટે લઈ જાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા પાછળ દારૂના ધંધાની અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરાની શેરીઓમાં ફરી જીવંત થઈ ઘીસની પરંપરા
તમને જણાવી દઈએ કે, સોહેલ પોટલાની હત્યા થઈ ત્યારે સુરતમાં પારંપારિક ઘીસનો (Ghees)ની ઉજવણી થઈ રહી હતી. હોળી પછી ત્રીજાના દિવસે એટલે કે રવિવારે મહિધપુરાની શેરીઓમાંથી પારંપરિક ઘીસનું જુલુસ નીકળ્યું હતું. ઘીસ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જોનારા લોકો અને ઘીસ વગાડનારા લોકોનો ઉત્સાહ જોઈને પારંપારિક ઘીસ ફરી જીવંત થઈ ઉઠી હોય તેવા ર્દશ્યો સુરતની પરા વિસ્તારની શેરીઓમાં સર્જાયા હતા. મહિધપુરાની (Mahidharpura) દાળિયા શેરી ખાતેથી જુલુસ શરૂ થયું હતું જ્યાં પાંચ શેરીના કલાકારો ઢોલ, ત્રાંસા સાથે ભેગા થયા હતા. સુરત શહેર પોલીસ કમિશ્નર (police Commissioner) અજય તોમર, પંકજ કાપડિયા તેમજ અન્ય અગ્રણીઓએ મંચ પરથી લીલી ઝંડી બતાવી ઘીસના જુલુસની શરૂઆત કરાવી હતી.

Most Popular

To Top