SURAT

વરસાદ રોકાતા સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો, ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યૂસેક આઉટફ્લો યથાવત

સુરત: (Surat) સુરત શહેરમાં ગુરુવાર સવારથી જાણે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વરસાદ (Rain) અટકી ગયો છે. સવારથી શહેરમાં સૂર્યનારાયણ (Sun) દેખા દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં (Ukai Dam) ઉપરવાસમાંથી આપતું પાણી પણ ઓછું થયું છે. બપોરે 4 કલાકે ઉકાઈ ડેમમાં ઇનફ્લો 172326 ક્યૂસેક છે. તેની સામે આઉટફ્લો 207249 ક્યૂસેક છે. ઉકાઈ ડેમની સપાટી ગુરુવાર બપોરે 342.17 પર પહોંચી છે. આવક કરતા વધુ પાણી છોડીને ડેમની જળસપાટી તંત્ર દ્વારા મેન્ટેઇન કરવામાં આવી રહી છે. આ તરફ મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) અધિકારીઓએ પણ સુરતમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અને કોઈ ચિંતાનો વિષય ન હોવાનું જણાવ્યું છે.

ગઈકાલે ખાડી ઓવર ફલો થતા મોડી રાત્રે કમરૂ નગર ભાઠેનામાંથી 100 લોકો, પુણા કુંભારીયા હળપતિવાસમાંથી 50 લોકો સહીત 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. 1500થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હોવાનું મનપાના સુત્રોએ જણાવ્યું હતું. પાલિકા દ્વારા ઉધના, લીંબાયત સહિતના ઝોન વિસ્તારોમા ખાડીઓની નજીક ફાયરની ટીમો તૈનાત કરવામાં આવી છે. મીઠીખાડીના કમરૂનગર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે નાવડીઓ, ડિ-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરી કોઈ પણ સમયે સંભવિત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સ્થિતિઓને પહોંચી વળવાની સાથે બચાવ કામગીરી કરી શકાય.

સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેથી અડાજણ નજીક આવેલા રેવા નગરમાં પાણી ભરાવાનું શરૂ થતાં નીચાણવાળા વિસ્તારમાંથી 5થી વધુ પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો અન્ય લોકોને પણ સ્થાળાંતર કરીને સરકારી શાળામાં આશ્રય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ખાડી પૂરની સ્થિતિ સર્જાય તો ખાડી કિનારેથી પણ લોકોને સલામત રીતે સ્થળાંતરિત કરવાની પાલિકા દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પાલિકાના ડેપ્યૂટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુરુવાર સવારથી પરિસ્થિતિ સારી બની છે અને હવે સુરતીઓ માટે ચિંતાનું કોઈ કારણ નથી. વરસાદ અટકી જતા મોટો લાભ થયો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં આવતું પાણી પણ ઘટ્યું છે.

  • બપોરે 4 કલાકે ઉકાઈ ડેમ, કાકરાપાર તેમજ વિયર કમ કોઝવેની સ્થિતિ
  • Ukai Dam Data :
    Dt. 30.09.2021 @ 16:00 Hrs.
    Rule Level : 345.00 ft.
    Present Level : 342.17 ft.
    Inflow : 172326.00 cusecs
    Outflow: 207249.00 cusecs
    Present Live Storage : 6226.01 MCM
    Present Capacity : 6910.40 MCM (93.20%)
  • Kakrapar Weir Position @ 16:00 Hrs. on Date : 30.09.2021
    Kakrapar Weir Level is…………………..169.40 feet
    Overflow Discharge in Cusecs is……. 195800.00 Cusecs
    Moticher Level is………………………….152.50 feet
    Moticher Discharge is…………………….441.00 Cusecs
    Total Discharge in River Tapi is……….196241.00 Cusecs
  • Date : 30.09.2021
    Time : 16:00 Hrs.
    Singanpor Weir Cum Causeway level : 9.51 Mt

Most Popular

To Top