SURAT

મેટ્રોને કારણે ટ્રાફિકથી ધમધમતા પર્વટ પાટીયા-કાંગારૂ સર્કલ પાસે હવે આ સમસ્યા સામે આવી

સુરત: (Surat) શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) મેટ્રો રેલનું (Metro Rail) કામ એક સાથે અનેક વિસ્તારોમાં ચાલી રહ્યું છે. જેમાં મેટ્રોના અધિકારીઓની અણઘડતા, પોલીસ (Police) અને સુરત મનપાના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક જગ્યાએ સમસ્યાઓ અજગર ભરડો લઇ રહી છે. ત્યારે અગાઉ ચોકબજાર ચાર રસ્તાથી કાદરશાની નાળ અને છેક મજુરા ગેટ, ભટાર રોડથી અલથાણ ટેનામેન્ટ અને વરાછામાં લંબેહનુમાન રોડ પર સ્થાનિક લોકો અને દુકાનદારો હાલાકીમાં મુકાયા બાદ હવે આવી જ સમસ્યાએ સુરત-બારડોલી રોડ પર પર્વત પાટીયા- કાંગારૂ સર્કલ ખાતે અજગર ભરડો લીધો છે.

  • મેટ્રોની મોકાણ : હવે ટ્રાફિકથી ધમધમતા પર્વટ પાટીયા-કાગારૂ સર્કલ પાસે પણ સમસ્યાઓનો અજગરી ભરડો
  • મેટ્રોના અધિકારીઓએ અણઘડતા પૂર્વક ચારે કોર બેરીકેટ મુકી દેતા અનેક લિંક રસ્તાઓ બંધ થઇ ગયા
  • પીક અર્વસમાં કલાકો સુધી અટવાતા વાહન ચાલકો
  • ચોકબજાર ચાર રસ્તાથી કાદરશાની નાળ અને છેક મજુરા ગેટ સુધી બેરિકેટિંગ

વરાછા રોડ જેવુ જ ટ્રાફિકનું ભારણ ધરાવતા સુરત-બારડોલી રોડ પર ભેંસાણથી સારોલીના મેટ્રો રૂટનું કામ ચાલી રહ્યું છે. ત્યાં એક સાથે અનેક રસ્તાઓને જોડતા સર્કલ પર અણઘડ રીતે બેરીકેટ કરી પતરા મારી દેવાતાં ટ્રાફિકની ભયંકર સમસ્યા ઉભી થઇ રહી છે. કાંગરૂ સર્કલથી કુંભારીયા, દેવધ સહીતના રસ્તાઓને જોડતા એપ્રોચ પર પતરાના બેરીકેટના કારણે પીક અવર્સમાં તો હજારો વાહનો ટ્રાફિકના અજગર ભરડામાં અટવાઇ જાય છે. જેમ જેમ કામ ચાલે તેમ તેમ બેરીકેટ કરવાને બદલે એક સાથે પાંચથી સાત એપ્રોચ રસ્તાઓ પર બેરીકેટ કરી બંધ કરી દેવાતા ટેક્ષ્ટાઇલ માર્કેટ સહીતના વાહનોનો ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં પસાર થવુ અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી હાલત થઇ રહી છે.

મનપાની સમાન્ય સભામાં પણ કાંગારૂ સકર્લની સમસ્યા મુદ્દે રજુઆત થઇ
સુરત મનપાની સમાન્ય સભામાં પણ મેટ્રોના કારણે લોકોને ઉભી થઇ રહેલી મુશ્કેલી મુદ્દે મનપાના તંત્રવાહકો મેટ્રોના અધિકારીઓ અને પોલીસની સાથે મિટીંગ કરી લોકોને હાલાકીમાંથી છોડાવે તેવી રજુઆત થઇ હતી. નગર સેવક અને સ્લમ ઇમ્પ્રુવ કમિટીના ચેરમેન દિનેશ રાજ પુરોહીતે રજુઆત કરી હતી. કાંગારૂ સર્કલ વિસ્તારમાં મેટ્રોના બેરીકેટ જે સમસ્યા ઉભી કરી રહ્યા છે તેનો હલ લાવવા મનપા, પોલીસ અને મેટ્રોના અધિકારીઓ સયુંક્ત પ્રયાસો કરી યોગ્ય આયોજન કરે તે જરૂરી છે.

Most Popular

To Top