SURAT

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ : મહુવા તાલુકામાં 88 મિમી તથા ચોર્યાસીમાં 65 મિમી વરસાદ

સુરત : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત (Surat) શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ (Rain) વરસ્યો હતો. સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન સુરત જિલ્લામાં મહુવા (Mahuva) તાલુકામાં 88 મિમી તથા ચોર્યાસીમાં 65 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના કામરેજમાં (Kamrej) 14 મિમી, માંડવીમાં 4 મિમી, બારડોલીમાં 18 મિમી વરસાદ નોંધાયો હતો. આ સાથે સુરત શહેરમાં 12 મિમી, ઓલપાડમાં 27 મિમી, પલસાણામાં 44 મિમી નોંધાયો હતો.

  • હથનુર ડેમમાંથી 1.37 લાખ અને જિલ્લાના પ્રકાશા બેરેજમાંથી 71619 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
  • આજ રોજ ડેમમાં પાણીની આવક 54946 કયુસેક તથા જાવક 600 કયુસેક થઈ હતી
  • ગુરૂવારે ડેમમાં 43.89% પાણીનો સંગ્રહ થયો હતો
  • આજ રોજ ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ

હથનુર ડેમમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું
તાપી નદી પર આવેલ હથનુર ડેમમાંથી 1.37 લાખ અને જિલ્લાના પ્રકાશા બેરેજમાંથી 71619 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમમાં 1.31 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. આ સાથે છેલ્લા 24 કલાકની અંદર ઉકાઈમાં પાણીની આવક થતા ડેમની સપાટી 2 ફુટ જેટલી વધી ગઈ હતી. જો ઉકાઈ ડેમની સપાટીના સંગ્રની વાત કરીએ તો તેમાં 7514 Mcm પાણીનો સંગ્રહ થાય છે. જેના પ્રમાણમાં ગુરૂવારે આ સપાટી વધીને 3254 Mcm થઈ ગઈ હતી. એટલે કે ડેમમાં 43.89% પાણીનો સંગ્રહ થયો હતો.

આજ રોજ ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે
આજ રોજ ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે. જો વાત કરીએ તો ગતરોજ 12 વાગ્યે થયેલી આવક સાથે ડેમની સપાટી 315.57 ફુટ વધી હતી. ત્યારે આજે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 54946 કયુસેક તથા જાવક 600 કયુસેક થઈ હતી. તેમજ ડેમની સપાટી 319.61 ફૂટે પહોંચી હતી. જુલાઈ મહિનાનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે.

Most Popular

To Top