SURAT

સુરત: કેદારનાથ ગયેલા માતા-પિતા માટે આ સાઈટ પર હેલીકોપ્ટરનું બુકિંગ કરાવ્યું અને ભેરવાયા

સુરત: (Surat) મોટા વરાછા લજામણી ચોક વિસ્તારમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટે કેદારનાથ (Kedarnath) ખાતે ગયેલા માતા-પિતા અને સંબંધીઓ માટે ઓનલાઈન (Online) ગુગલ પર સર્ચ (Google search) કરી હેલીકોપ્ટર બુકિંગ કરાવ્યું હતું. ઠગે તેમની પાસે પુરાવા માંગી ખાતામાં 37 હજાર ટ્રાન્સફર કરાવી બાદમાં હેલીકોપ્ટર (Helicopter) બુકિંગ નહી કરી છેતરપિંડી (Fraud) કરી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • કેદારનાથમાં માતા-પિતા માટે ગુગલ પર સર્ચ કરી હેલીકોપ્ટર બુક કરનાર સાથે 37 હજારની છેતરપિંડી
  • ટેક્ષ કન્સલ્ટન્ટે માતા-પિતા માટે કેદારનાથ જવા ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું
  • 14 જુને માતા-પિતા તથા સગા સંબંધી મળી આઠેક લોકો ચારધામની યાત્રા કરવા ગયા હતા
  • સુભાષચંદ્રએ ગુગલ ઉપર ફાટા ટુ કેદારનાથ હેલીકોપ્ટર સર્વીસ સર્ચ કર્યું હતું જેમા પવન હંસ લીમીટેડ નામની સાઈટ ઓપન કરી હતી

મોટા વરાછા ખાતે ધર્મજીવન રોહાઉસમાં રહેતા 28 વર્ષીય સુભાષચંદ્ર રવજીભાઇ સોરઠીયા ટેક્ષ કન્સલટન્ટ છે. તેઓ કાપોદ્રા ખાતે માધવબાદ કોમ્પ્લેક્ષમાં સોરઠીયા એન્ડ કંપનીના નામથી ઓફિસ ચલાવે છે. સુભાષચંદ્રએ અમરોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગત 14 જુને તેમના માતા-પિતા તથા સગા સંબંધી મળી આઠેક લોકો ચારધામની યાત્રા કરવા ગયા હતા. 19 જુને તેમને માતા-પિતા સાથે ફોન ઉપર વાત કરતા બીજા દિવસે તેઓ કેદારનાથ ખાતે પહોંચવાના હતા. જેથી સુભાષચંદ્રને હેલીકોપ્ટર બુક કરાવી આપવાનું કહેતા બપોરે સુભાષચંદ્રએ ગુગલ ઉપર ફાટા ટુ કેદારનાથ હેલીકોપ્ટર સર્વીસ સર્ચ કર્યું હતું. જેમા પવન હંસ લીમીટેડ નામની સાઈટ ઓપન કરી બુંકીગ ઉપર ક્લીક કરતા એક વોટ્સએપ નંબર 9717400679 ખુલ્યો હતો.

આ નંબર પર મેસેજ કરતા બુંકીગ માટેના રેટનું પત્રક આવ્યું હતું. મેસેજમાં બુકીંગ માટેના આઈડી પ્રુફ મોકલવાનું કહેતા સુભાષચંદ્રએ માતા-પિતા અને તમામ સંબંધીઓના આઈડીપ્રુફ મોકલી આપ્યા હતા. બાદમાં એક મેસેજ આવ્યો હતો જેમાં ઇન્ડીય બેંકના ખાતામાં 37760 ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી ગુગલ પે દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. બાદમાં ઇન્સ્યોરન્સના બીજા 16 હજાર માંગતા તેમની ઉપર શંકા જતા બુકીંગના પૈસા રીફંડ માંગ્યા હતા. બાદમાં ફોન બંધ કરી દેતા સુભાષચંદ્ર છેતરપિંડી થયાનું સમજી જતા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top