Dakshin Gujarat

કોસ્ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા માટે 7 યુવક હરિયાણાથી દમણ આવ્યા, ગેજેટ્સનો ઉપયોગ કરી..

દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) પોલીસે (Police) હરીયાણાના (Hariyana) 7 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. કોસ્ટ ગાર્ડમાં ફાયર મેનની પરીક્ષામાં (Exam) ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી ચોરી કરીને પરીક્ષા આપે એ પૂર્વે જ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ સાતેયને ઝડપી પાડી પોલીસને હવાલે કરતાં સાતેય પરીક્ષાર્થીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ જવા પામ્યા છે.

  • સાતેય પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા દમણ આવ્યા
  • ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી ચોરી કરે તે પહેલા જ પકડાયા
  • કોર્ટે 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી

20 જૂનના રોજ ICAGS દમણ કોસ્ટગાર્ડ ખાતે ફાયરમેનની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં દેશભરના અનેક પરીક્ષાર્થીઓની સાથે હરીયાણાના પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે દમણ આવ્યા હતા. જ્યાં ફાયરમેનની પરીક્ષા શરૂ થાય એ પહેલા જ કોસ્ટગાર્ડના અધિકારીઓએ પરીક્ષાનું સંચાલન કરતી વખતે સાત પરીક્ષાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની સાથે તેમની તપાસ કરી હતી. જ્યાં સાતેય પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષા દરમ્યાન ચોરી કરી શકે એવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મળી આવ્યા હતા. જે જોતા કોસ્ટગાર્ડના અધિકારીઓએ સાતેય પરીક્ષાર્થીઓ સામે ગુનો દાખલ કરી પોલીસને સોંપ્યા હતા. કડૈયા પોલીસે આ મામલે આઈ.પી.સી.ની કલમ 419, 420, 120 બી, 34 અને 511 મુજબ ગુનો દાખલ કરી હરિયાણાના 22 વર્ષીય બિટ્ટુ રોશનલાલ, 22 વર્ષીય વિકાસ સમશેર, 22 વર્ષીય સોનુ અજમેર, 25 વર્ષીય સોમબીર સુરેન્દ્ર, 25 વર્ષીય જસબીર નાસીર સિંગ, 22 વર્ષીય અજય કુમાર અને 22 વર્ષીય રીન્કુ કુમારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી બુધવારના રોજ દમણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓની 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરતા હાલ આ મામલે પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે.

કઠોરની ગલિયારા હાઇસ્કૂલની શિક્ષિકાનું 1.32 લાખની મત્તા ભરેલું પર્સ આંચકનાર બે ઝડપાયા
કામરેજ : કઠોરની ગલિયારા હાઈસ્કૂલનાં શિક્ષિકા મોપેડ ઉપર ઘરેથી સ્કૂલે જઇ રહ્યાં હતાં. તે સમયે કઠોર પાસે મોટરસાઇકલ ઉપર આવેલા બે ગઠિયા તેમણે મોપેડમાં પગની પાસે રાખેલું તેમનું પર્સ ખેંચીને ભાગી ગયા હતા. તેમના પર્સમાં સોનાની ચેઇનવાળી ઘડિયાળ પણ હતી. તેમણે કુલ રૂપિયા 1.32 લાખની ચીલઝડપની ફરિયાદ કરી હતી. દરમિયાન કામરેજ પોલીસને બંને બદમાશોને પકડી પાડવામાં સફળતા મળી છે.

મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગુંદાળા ગામના વતની અને હાલ સુરતના હીરાબાગ સ્થિત રૂસ્તમબાગની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં હેમાંગી હાર્દિકભાઈ રાંક કામરેજ તાલુકાના કઠોર ખાતે આવેલી વમળચંદ દેવચંદ ગલિયારા હાઈસ્કૂલમાં સાત વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બે દિવસ અગાઉ તેઓ તેમની એક્ટિવા મોપેડ નંબર જીજે 05 એમકયુ 2343 લઈને સવારે 9.00 કલાકે ઘરે થી સ્કૂલે આવવા માટે નીકળ્યા હતા. વરસાદ પડતો હોવાથી તેમણે તેમના બે મોબાઈલ અને સોનાનો દોઢ તોલાની ચેઈન સાથેની કાંડા ઘડિયાળ પર્સમાં મૂકીને પર્સ મોપેડમાં આગળ પગ પાસે રાખીને આવી રહ્યા હતા. ત્યારે અબ્રામા ગામથી મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમો પીછો કરતા હોવાની શંકા જતાં તેમણે તેમના મોપેડની સ્પીડ વધારી દીધી હતી. તેમ છતાં બંને બદમાશોએ તેમને કઠોરના વાધેશ્વરી માતાના મંદિર પાસે આંતરી લીધા હતા અને મોટરસાઇકલ તેમના મોપેડની આગળ ઊભી કરી દીધી હતી અને પર્સ આંચકીને કઠોર તરફ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હેમાંગીબેને કામરેજ પોલીસ મથકમાં રૂપિયા 52000ની કિમતના બે મોબાઇલ ફોન તેમજ રૂપિયા 80000ની કાંડા ઘડિયાળની ચીલઝડપની ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધઆરે આ ગુનામાં સંડોવાયેલા સરફરાઝ ઉર્ફે સફફુ યાશીન પઠાણ અને અકરમ ઉર્ફે મામા રફીક ચોકયાને આંબોલીના સહકાર નગર ખાતેથી ઝડપી લીધા હતા. આ બંને મોબાઇલ અને ઘડિયાળ વેચવા નીકળ્યા હતા ત્યારે જ ઝડપાઇ ગયા હતાં. આરોપી પૈકી સરફરાઝ 2019માં પણ ચોરીમાં પકડાઇ ચૂક્યો છે.

Most Popular

To Top