પેરેલલ રન-વે માટે 851 હેક્ટર જમીનની માંગથી હડકંપ: સુરતના બિલ્ડરોની ઊંઘ ઉડી ગઈ

સુરત: (Surat) સુરત ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટ્સના એક ભાગ તરીકે વિશ્વનું સૌથી મોટું હીરા બુર્સ (Diamond burs) તૈયાર થઈ ગયું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) કલ્પના મુજબનું સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) તૈયાર કરવા દિલ્હીથી (Delhi) હુકમ છૂટતાં રાજ્યના ચીફ સેક્રેટરી મુકેશ કુમારે ખજોદ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Khuda-Dream City)ની ડીપી-ટીપી જાહેર કરવા ગત સપ્તાહે ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની 851.49 હેક્ટર જમીન સુરત એરપોર્ટના પેરેલલ (Parallel) અથવા ક્રોસ રન-વે (Cross runway) અને ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે છૂટી કરવા વિચાર મૂકવામાં આવ્યો હતો.

  • એરપોર્ટ ઓથોરિટીએ પોકેટ-એ અને બીમાં આવતી 08.15 હેક્ટર અને 31 હેક્ટર મળી 39.15 હેક્ટર જમીનની તાત્કાલિક માંગ કરી છે
  • એરપોર્ટમાં જે જમીનો જશે તેમાં કેટલાકને તે જ ટીપીમાં નજીકમાં પ્લોટ આપવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે
  • ચાલુ મહિને ખુડાના ડીપી-ટીપી માટે વાંધા સૂચનો હિતધારીઓ પાસે મંગાવવામાં આવશે. જેની એક વીકમાં જાહેરાત થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ખુડાની ડીપી અને ડ્રાફ્ટ ટીપીમાં ખેડૂતો, બિલ્ડરો અને ડેવલપર્સની જમીન સંપાદનમાં (Land acquisition) લેવાને બદલે ટીપીની 60/40ની કપાતમાં લઇ 40 ટકા કપાતની એરપોર્ટની નજીકની જમીનો એરપોર્ટના રન-વે (Runway) સહિતના વિસ્તરણમાં ભેળવી દેવાની દરખાસ્તથી ખેડૂતોથી લઈ બિલ્ડરો સુધીની વર્ગ દોડતો થઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ પોકેટ-એ અને બીમાં આવતી 08.15 હેક્ટર અને 31 હેક્ટર મળી 39.15 હેક્ટર જમીનની તાત્કાલિક માંગ કરી છે. કુલ 851.49 હેક્ટર જેટલી વિશાળ જમીનની એરપોર્ટ માટે ડિમાન્ડ થતાં પ્લોટ્સની લંબાઈ, પહોળાઈની ગોઠવણ કરનારા અધિકારીઓને ત્યાં સતત પૂછપરછ થઈ રહી છે. એરપોર્ટમાં જે જમીનો જશે તેમાં કેટલાકને તે જ ટીપીમાં નજીકમાં પ્લોટ આપવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ચર્ચા છે કે, ચાલુ મહિને ખુડાના ડીપી-ટીપી માટે વાંધા સૂચનો હિતધારીઓ પાસે મંગાવવામાં આવશે. જેની એક વીકમાં જાહેરાત થશે.

સમાંતર રન-વે માટે વચ્ચે દોઢ કિલોમીટરની જગ્યા રાખવાની દરખાસ્તથી સરકાર મોટી જમીન ગુમાવશે
સુરત: ખુડાની ડીપી-ટીપીમાંથી સુરત એરપોર્ટના પેરેલલ રન-વેની દરખાસ્ત ઉડાડવા ખેડૂતો કરતાં બિલ્ડર લોબીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કારણ કે, માસ્ટર પ્લાન (Master plan) 2035 એટલે કે 3810 મીટર લંબાઇના હયાત રન-વે (વર્તમાનમાં 2905 મીટર) અને સમાંતર રન-વે વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર રાખવા એરપોર્ટ ઓથોરિટીએ પ્લાન રજૂ કર્યો છે. તેની સામે ખુડા વતી 3 પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. પેરેલલ રન-વે અને સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ (Terminal building) માટે જમીનના આરક્ષણ અંગે અંતિમ નિર્ણયની જાહેરાત થશે તો ટીપીની 40 ટકા કપાતની કરોડોની જમીન ઐરપોર્ટમાં જતી રહેશે. બિલ્ડરો સરકારને તેનાથી નુકસાન હોવાનું ગણિત સમજાવી રહ્યા છે. કારણ કે, સરકારને એરપોર્ટ ઓથોરિટી ફદિયું પણ આપે તેવી સ્થિતિમાં નથી.

જો જમીન એરપોર્ટ માટે આરક્ષિત થાય તો આ પ્રશ્નો ઊભા થશે

  • ઊંચાઈના અવરોધોનું એક પેન્ડોરા બોક્સ ચારેય દિશામાં ખૂલશે. એકવાર 3810 મીટર લંબાઈવાળા બંને રન-વે માટે નવો OLS 2022 સર્વેક્ષણ કરવામાં આવશે.
  • સુરત શહેરની આકાશ મર્યાદાઓ સંપૂર્ણપણે અવરોધિત કરવામાં આવશે અને CS/IHS/OHSની અંદર કોઈ ગગનચૂંબી ઇમારતો 109 મીટર સુધી બનશે નહીં. તમામ મોટા ભાગની 10 કિમી ત્રિજ્યાની જમીનો નવી ફનલમાં આવી જશે.
    12000થી 15,000 રૂપિયા પ્રતિવાર OP ની કીમતી જમીનનો ઉપયોગ મોંઘું એરપોર્ટ બનાવીને કરવામાં આવશે.
  • સુરતને સમાંતર રન-વેની જરૂર કેમ છે? શું હાલના રન-વેનો મુંબઈની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે. જ્યાં એક કલાકમાં એક રન-વે 45-47 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આગામી 20-30 વર્ષમાં સુરતનો સંભવિત ટ્રાફિક કેટલો હશે?
  • AAI પાસે પેરેલલ રન-વે ધરાવતા કેટલા એરપોર્ટ છે? મુંબઇ-દિલ્હીમાં ભાગ્યે જ તેનો ઉપયોગ એક સાથે થાય છે. મુંબઈમાં ક્રોસ રન-વે છે.
  • એરપોર્ટ ઓથોરિટીએ 5 પોકેટમાં 851 હેક્ટર જમીનની માંગ કરી
  • પોકેટ-એ.-08.15 હેક્ટર
  • પોકેટ-બી-31:00 હેક્ટર
  • પોકેટ-સી-585.84 હેક્ટર
  • પોકેટ-ડી-254.6 હેક્ટર
  • પોકેટ-ડી-11.05 હેક્ટર
  • કુલ-851.49 હેક્ટર

Most Popular

To Top