દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે પાણીના બદલે એસિડ પી લીધું, વિધવા માતાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો

સુરત : નશામાં ક્યારેક માનવી ન કરવાનું કરી બેસતો હોય છે. સુરતમાં રોજગાર અર્થે આવીને વસેલા એક પરપ્રાંતીય યુવક સાથે એવું જ થયું. આ યુવકે દારૂના નશામાં એવી ભૂલ કરી કે તેને જીવ ગુમાવવો પડ્યો. બન્યું એવું કે વધુ પડતો દારૂ પી લેવાના લીધે યુવક હોંશકોંશ ગુમાવી બેઠો હતો અને નશામાં જ તેણે પાણીના બદલે એસિડ પી લીધું હતું. આ વાત જ્યારે યુવકે તેના મિત્રોને કરી ત્યારે તેના પણ મિત્રો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મૂળ ઓડિશાના રહેવાસી જિતેન્દ્ર નામના આ યુવાને એસિડ (Acid) પી લીધું હતું. તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે બચી શક્યો નહોતો. જિતેન્દ્ર રઘા (Jitendra Ragha) ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. તે મૂળ ઓડિશાનો (Odisha) રહેવાસી હોવાની વિગતો સાંપડી છે. પિતાના મોત બાદ જિતેન્દ્ર જ ઘરનો એકને એક સહારો હતો. જિતેન્દ્રનું અચાનક મોત થતાં તેનો પરિવાર આઘાત પામ્યો છે. ત્રણ મહિના પહેલાં ઓડિશાથી સુરત આવી જિતેન્દ્ર એક વીવીંગ યુનિટમાં કારીગર તરીકે કામ કરતો હતો. જિતેન્દ્રના મોતની (Death) જાણ થતાં તેની બે બહેન અને વિધવા મા પર આભ તૂટી પડ્યું હતું.

યુવકે તેના મિત્રને કહ્યું, મેં એસિડ પી લીધું છે..
જિતેન્દ્રનો મિત્ર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં તે સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. જિતેન્દ્રએ તેના મિત્રને કહ્યું કે મેં એસિડ પી લીધું છે, તેના બીજા રૂમ પાર્ટનર પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેના મિત્ર તેને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.

યુવક બહારથી દારૂની 3 પોટલી પીને આવ્યો હતો
જિતેન્દ્ર ત્રણ પોટલી બહાર પીને રૂમ પર આવ્યો હતો. તે નશામાં પાછો આવ્યો ત્યારે ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે. 22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો.

Most Popular

To Top