SURAT

નફ્ફટાઇની હદ, બે દિવસમાં 59 લોકોને કૂતરા કરડ્યાં અને પાલિકાની ટીમે પકડ્યાં 11 કૂતરા

સુરત: (Surat) છેલ્લા થોડા દિવસોથી સુરતમાં માસૂમ બાળકો (Children) ઉપર કૂતરાંના (Dog) હુમલાના બનાવો અને એક બાળકીના અરેરાટીભર્યા મોતના પગલે તંત્રવાહકોની કૂતરાંના ત્રાસ નાથવા મુદ્દે નિષ્ફળતાનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે. ત્યારે મનપાના (Municipal Corporation) તંત્રવાહકોએ પગ નીચે રેલો આવતાં સફાળા જગ્યા છે અને એક્શન પ્લાન (Action Plan) તૈયાર કર્યો છે. જો કે, આ પ્લાન હવે ક્યારે અમલમાં આવે એ પણ સવાલ છે.

  • નફ્ફટાઇની હદ, બે દિવસમાં 59 લોકોને કૂતરા કરડ્યાં અને પાલિકાની ટીમે પકડ્યાં 11 કૂતરા
  • પાલિકાની રાત્રિની ટીમ માત્ર કોલ આવે ત્યારે જ કાર્યવાહી કરે છે
  • કોલ કરવા માટે એક પણ સુરતી પાસે આ ટીમનો નંબર નથી

મનપા દ્વારા હવે રાત્રિના સમયે કૂતરાં પકડવા માટે વધારાની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેમાં એક ડ્રાઇવર, બે કૂતરાં પકડનારા અને એક સુપરવાઇઝર હોય છે. જો કે, આ ટીમે પણ બે દિવસમાં માત્ર 11 કૂતરાં પકડ્યાં છે. ત્યારે ખરેખર તો તંત્રવાહકોમાં કૂતરાંના ત્રાસને નાથવાની ઇચ્છાશક્તિનો અભાવ હોવાની પ્રતીતિ થઇ રહી છે. કેમ કે, મનપાનું તંત્ર જ્યારે કોલ મળે કે ફરિયાદ મળે ત્યારે જ જે-તે વિસ્તારમાં કૂતરાં પકડવા જાય છે. આવી નફ્ફટ નીતિ જોતાં જ્યાં સુધી મનપાના અધિકારીઓ બાબુશાહીમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સુરતીઓને કૂતરાંનો ત્રાસ સહન કરવો પડશે અને માસૂમ બાળકોને ભોગ બનતા રહેવું પડશે તેવું લાગી રહ્યું છે.

શહેરમાં છેલ્લા એક માસમાં કૂતરાં દ્વારા બાળકો પર હુમલાના ચાર બનાવો બન્યા છે. આમ છતાં મનપાનું તંત્ર માત્ર એક્શન પ્લાન બનાવવામાંથી ઊંચું આવતું નથી. માર્કેટ વિભાગ જણાવી રહ્યો છે કે, મનપાની સત્તા માત્ર ખસીકરણ અને રસીકરણ પૂરતી સીમિત છે, કૂતરાંને જ્યાંથી પકડ્યું હોય ત્યાં જ પાછું છોડવું પડે છે તેવું એનિમલ વેલફેર ટ્રસ્ટનું રૂલિંગ છે. વળી, આ બાબુશાહી પર જ ચાલતા અધિકારીઓને આખા શહેરમાં ફરતાં કૂતરાં દેખાતાં નથી અને માત્ર ફરિયાદ મળે ત્યાં જ કૂતરાં પકડવા જાય છે. તેથી હવે શહેરીજનો તંત્રવાહકો પાસેથી આશા રાખે એ જ નકામું છે.

  • નફ્ફટાઇ 1 — બે દિવસમાં પાલિકાની રાત્રિની ટીમને માત્ર 11 કૂતરા મળ્યા
  • નફફટાઇ 2 – ફોન નહીં આવે ત્યાં સુધી ટીમ બેસીને મફતનો પગાર લે છે
  • નફ્ફટાઇ 3 – સર્વે કરવાના આદેશ પરંતુ કાર્યવાહીમાં કોઇ જ પ્રગતિ નહીં

Most Popular

To Top