સુરત ડાયમંડ બુર્સના સભ્યો માટે ખુશીના સમાચાર, પ્રારંભના 6 મહિના માટે મળશે આમાંથી રાહત

સુરત(Surat): સુરત ડાયમંડ બુર્સમાં (Diamond Burse) ડાયમંડ ટ્રેડ઼િંગ અને તેની સાથે સંકળાયેલ ધંધા-વેપાર ઝડપથી શરૂ થાય તે ઉદ્દેશથી SDB કમિટી દ્વારા બુર્સના સભ્યોને પ્રારંભના 6 મહિના માટે મેઇન્ટેનન્સ ચાર્જીસમાં (Maintenance charges) 100% મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત જે મેમ્બર્સ પ્રથમ ચરણ માં એટલે કે ૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં મુંબઈથી પોલિશ્ડ ડાયમંડનું (Polished Diamond) વેચાણ (Sell) સંપૂર્ણપણે બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલીશડ ડાયમંડનું વેચાણ શરૂ કરશે તેવા મેમ્બરનું નામ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડ઼િંગ પ્રવૃત્તિ શરૂ કરનાર અગ્રણી સભાસદો ની યાદીમાં લખવામાં આવશે અને આ યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રીસેપ્શન એરિયામાં આજીવન માટે મુકવામાં આવશે.

બુર્સ કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કમિટીના નિર્ણયનો એક માત્ર હેતુ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડ઼િંગ અને તેની સાથે સકળાયેલા ધંધાઓને વેગ આપવાનો છે. આ નિર્ણયનો ઉદેશ કે હેતુ કોઈપણ વ્યક્તિ સંસ્થાની લાગણી દુભાવવાનો નથી પરંતુ માત્રને માત્ર સુરત ડાયમંડ બુર્સને વેગવંતુ બનાવવા માટેનો એક પ્રયાસ છે.

સુરત ડાયમંડ બુર્સના મેઇન્ટેનન્સ ચાર્જીસમાં ૧૦૦% રાહત આપવા માટેના SDB તરફથી કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. સુરત ડાયમંડ બુર્સના મેઇન્ટેનન્સ ચાર્જીસમાં ૧૦૦% રાહત મેળવવા માટે પ્રથમ ચરણમાં જ પોલીશ્ડ ડાયમંડનું વેચાણ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ કરવું ફરજિયાત છે. પ્રથમ ચરણમાં નામ સામેલ કરવા માટેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ રાખવામાં આવી છે. ૩૧/૧૨/૨૦૨૨ બાદ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલીશ ડાયમંડનું વેચાણ કરશે તો પણ મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં. મેમ્બર ડાયમંડની ખરીદી ગમે તે સ્થળેથી કરી શકે છે તેના માટે સુરત ડાયમંડ બુર્સ માંથી જ ડાયમંડની ખરીદી કરવી એવો આગ્રહ નથી. કોઈપણ મેમ્બર પોલીશ ડાયમંડના સેમ્પલ મુંબઈ મોકલી વેચાણ (સેલ) કરશે તો તેવા મેમ્બરને મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં તેમજ તે મેમ્બરનું નામ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.

Most Popular

To Top