Dakshin Gujarat

માર્ગ પર પડેલા મોટા ખાડાથી બચવાનો પ્રયત્નો કરતા સુરતનાં દંપતિની કાર 10 ફૂટ ઊંડા કોતરડામાં ખાબકી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં મોટા ખાડા બચાવવા જતા સુરતનાં (Surat) દંપતિની વેગેનોર કાર (Car) 10 ફૂટ ઊંડા કોતરડામાં ખાબકતા અકસ્માત (Accident) સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાંજે 4:30 કલાકે સુરતનાં દંપતિની વેગેનોર કાર નંબર GJ.05 RP. 7848 જે કાલીબેલ થઈ બરડીપાડા તરફ જઈ રહી હતી. બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોય અહી ચાલક દ્વારા મોટા ખાડાઓ બચાવવા જતા વેગેનોર કાર માર્ગની સાઈડમાં આવેલા દસેક ફૂટ ઊંડા કોતરડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં વેગીનોર કારને જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં બન્ને દંપતીને ગંભીર ઈજાઓ પહોચતા પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની કાલીબેલ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. કાલીબેલથી બરડીપાડાને જોડતા માર્ગનાં નવીનીકરણ માટે ડાંગનાં સામાજિક કાર્યકર્તા ગીરીશ ગીરજલી દ્વારા સ્થાનિક તંત્ર સહિત મંત્રીઓને આવેદનપત્ર પાઠવી ઉકેલની માંગણી કરી હતી. પરંતુ તંત્રનાં પેટનું પાણી પણ નહીં હાલતા આ માર્ગમાં વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટનામાં ન સર્જાય તે પહેલા તંત્ર આળસ મરોડે તેવી લોકમાંગ ઉઠી છે.

કપરાડા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, એકને ગંભીર ઇજા
વલસાડ : કપરાડાના અકસ્માત ઝોન કુંભઘાટ નજીક માર્ગની બાજુમાં ટ્રકનું પંકચર બનાવી રહેલા ચાલક સહિત 2 ઈસમોને અન્ય ટ્રક ચાલકે અડફેટે ચઢાવતા ગંભીર ઈજાઓને પગલે બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકે પણ સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક બાજુની ભેખડ સાથે અથડાઈ પલટી ખાઈ જતાં તેના ચાલકનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની માહિતી મળતા જ કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો અને ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ કુંભઘાટ નજીક ટ્રક નંબર ટી.એન.52 જે. 8579 માં પક્ચર થતાં ચાલક સુરેશ કુમાર શિવ શકિતવેલ (રહે. પાચમ પાલન, તમિલનાડુ) અને સાથી મનિ શંકર કૃષ્ણકુમાર (રહે.શિમાનુંકાંડું પ્લાની, ગોડાપાલા, તા. કિલન પાટી, તમિલનાડુ) પંક્ચર બનાવી રહ્યા હતા, તે દરમિયાન અન્ય એક ટ્રક નબર કે.એ. 56 4945ના ચાલક ગણેશ શંકર ગુજલે (રહે, હનમત વાડી, બસવા, કલ્યાણી, તા. બિદર, કર્ણાટક)એ ટ્રકનું પંક્ચર બનાવી રહેલા ચાલક સહિત બેને અડફેટે ચઢાવતા બંનેને શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક માર્ગની નજીક ભેખડ સાથે અથડાવી દેતા ચાલક ગણેશ શંકર ગજરેનું પણ ગંભીર ઈજાને લઈ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકમાં બેસેલા શંકર સિદાપ્પાને ઇજા પહોંચતા સારવાર માટે ધરમપુર ખસેડાયો હતો. ઘટનાની વધુ તપાસ કપરાડા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top