SURAT

અમેરિકા પછી G7 અને યુરોપિયન યુનિયન જો આ પ્રતિબંધ મૂકે તો સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધશે

સુરત: (Surat) G7 દેશો અને યુરોપિયન યુનિયને રશિયામાંથી (Russia) નીકળતાં હીરાની (Diamond) આયાત સામે દંડની વસૂલવાની વિચારણા શરૂ કરી છે. અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આ અઠવાડિયે અહેવાલ આપ્યો છે કે G7 અને EU રશિયાની ખાણમાંથી નીકળેલા હીરાની આયાત કરનાર દેશ સામે દંડ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં પોલિશ્ડ અને ભારત સહિત વિદેશમાં કાપવામાં આવેલા હીરાનો સમાવેશ થાય છે.

  • અમેરિકા પછી G7 અને યુરોપિયન યુનિયન રશિયન હીરા પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા
  • આ પ્રતિબંધ આવશે તો સુરતનાં હીરા ઉદ્યોગની મુશ્કેલી વધશે

G7 દેશો ઔપચારિક રીતે પ્રતિબંધો જારી કરે તેવી ધારણા છે, અહેવાલ અનુસાર, કસ્ટમ્સ દસ્તાવેજો ઉપરાંત, અમુક ઝવેરાતને ટ્રેક કરવા અને શોધવા માટેનું મિકેનિઝન ઊભું કરવામાં આવી રહ્યું છે. યુરોપમાં આગામી ક્રિસમસની સિઝન પહેલા દાગીનાના ખરીદદારોને હીરા કયા દેશમાંથી નીકળ્યાં છે, તેનું ઓરિજિન જોયા પછી જ લેવાની ચેતવણી આપી છે. એક વર્ષથી વધુ સમયથી, G7 દેશોએ રશિયન હીરા પર દંડ લાદવાની ચર્ચા કરી રહ્યાં છે. પણ ભારત અને બેલ્જિયમ વિરોધ નોંધાવી ચૂક્યા છે. રશિયાની આવકને ઘટાડવા G7 નાં કેટલાક દેશો અને EU યુક્રેન સાથેના યુદ્ધને લઈ વિરોધ નોંધાવી રહ્યાં છે. આ દેશોનો ઈરાદો USD 4.5 બિલિયન રશિયન હીરાના વેપારને ઘટાડવા માટેનો જણાય છે.

રશિયા વોલ્યુમની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો હીરા નિકાસકાર દેશ છે, જેમાં રાજ્યની માલિકીની કંપની, અલરોસા, 2021 માં ઉત્પાદિત તમામ હીરામાંથી લગભગ ત્રીજા ભાગનું ખાણકામ કરે છે. દોઢ વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ જો બિડેને રશિયામાંથી રફ હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે અલરોસા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી બ્રિટને પ્રતિબંધ મૂક્યો હતો. રશિયન હીરાના વેપારમાં બેલ્જિયમનાં એન્ટવર્પના પ્રતિસ્પર્ધી તરીકે દુબઈ અને ભારત ઊભરી આવ્યા છે.

જો એમ થશે તો G 7 રાષ્ટ્રોના જૂથમાં અમેરિકા બ્રિટન પછી કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન ઉપર પ્રતિબંધ મુકવા દબાણ વધશે જો એમ થશે તો ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતમાં સ્થિતિ વધુ વિકટ બનશે. G7 દેશો માત્ર એક કેરેટ અથવા તેનાથી મોટા તૈયાર હીરા પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં છે. જો કે પછીથી નાના રત્નોનો સમાવેશ થઈ શકે છે. ચીન અને યુએઈ હવે રશિયન હીરા માટેનું મુખ્ય નવા બંદર બની ગયા છે, અને આર્મેનિયા અને બેલારુસ જેવા ભૂતપૂર્વ સોવિયેત રાજ્યોમાં નવા કટિંગ અને પોલિશિંગ હબ ઊભા થઈ રહ્યાં છે.

Most Popular

To Top