ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કેમ કરે છે? કહી, ગાળો આપી યુવકે મહિલા ઈવેન્ટ મેનેજરનાં કપડાં ફાડી નાંખ્યા

સુરત: (Surat) અડાજણમાં (Adajan) ઇવેન્ટ મેનેજર (Event Manager) ઇન્સ્ટ્રાગામમાં (Instagram) લાઇવ (Live) કરતી હોવાની અદાવતે તેને ગાળો આપવામાં આવી હતી. જેને લઇને ઇવેન્ટ મેનેજર અને તેના ઘરની નીચે જ રહેતા યુવકની સાથે માથાકૂટ થતાં યુવકે ઇવેન્ટ મેનેજરનાં કપડાં ફાડી નાંખતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

  • છેલ્લા છ મહિનાથી કોઇ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી હિનાને ગાળો આપવામાં આવતી હતી.
  • હિનાને અડાજણ ગામમાં રહેતા રવિ ગોહિલ, તેની પુત્રી ફાલ્ગુની અને ક્રિષ્ના ગોહિલ ઉપર શંકા હતી.
  • ઉત્તરાયણના દિવસે ફરીવાર આ ત્રણેયે હિનાબેન સાથે માથાકૂટ કરીને ધમકી આપી હતી કે, તને જાનથી મારી નાંખીશું.

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ ગામમાં રહેતી હિના (નામ બદલ્યું છે) ઇવેન્ટ મેનેજરનું કામ કરે છે અને ઓનલાઇન ઇન્સ્ટ્રાગ્રામ ઉપર લાઇવ પણ આવે છે. છેલ્લા છ મહિનાથી કોઇ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી હિનાને ગાળો આપવામાં આવતી હતી. હિનાને અડાજણ ગામમાં રહેતા રવિ ગોહિલ, તેની પુત્રી ફાલ્ગુની અને ક્રિષ્ના ગોહિલ ઉપર શંકા ગઇ હતી. 15 દિવસ પહેલાં જ રવિ, ફાલ્ગુની અને ક્રિષ્નાનો હિનાની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઉત્તરાયણના દિવસે ફરીવાર આ ત્રણેયે હિનાબેન સાથે માથાકૂટ કરીને ધમકી આપી હતી કે, તું તારા ઘરે એકલી જ રહે છે, ઘર ખાલી કરીને જતી રહેજે. અમારી સાથે મગજમારી કરતી નહીં, તને જાનથી મારી નાંખીશું.

આ બાબતે હિનાબેને અડાજણ પોલીસમાં અરજી કરી હતી. પોલીસનો સ્ટાફે હિનાબેનને ઘરે મૂકવા માટે આવ્યા હતા. પોલીસની વાન જતી રહ્યા બાદ રવિભાઇ, તેની પુત્રીએ ભેગા થઇને હિનાબેનની સાથે ઝઘડો કર્યો હતો અને હિનાબેનનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં. આ બાબતે અડાજણ પોલીસે રવિભાઇ સહિત ત્રણની સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ સમગ્ર મામલાના લીધે અડાજણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાં એકલી રહેતી મહિલાની સુરક્ષા અંગેના પ્રશ્નો ઉભા થયા હતા. એવી પણ ચર્ચા હતી કે આ બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યાં હોય તેનું પરિણામ જોવા મળ્યું છે.

Most Popular

To Top