National

ચાર વર્ષથી ચાલતી કાનૂની લડાઇમાં ટાટા સન્સનો મોટો વિજય, સાયરસ મિસ્ત્રીને લાગ્યો ઝાટકો

નવી દિલ્હી, તા. ૨૬(પીટીઆઇ): ચાર વર્ષ લાંબા કાનૂની લડતમાં ટાટા જૂથના એક મોટા વિજયમાં સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને આ કંપની જૂથના એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે ફરી પ્રસ્થાપિત કરવાના નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ના આદેશને આજે રદ કર્યો હતો.

નમક બનાવવાથી માંડીને સોફ્ટવેર સુધીના ધંધાઓ કરતા ૧૦૦ અબજ ડોલરના ટાટા ગ્રુપના અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીને ફરી બેસાડવાનો ટ્રિબ્યુનલનો ચુકાદો રદ કરવાની સાથે સર્વોચ્ચ અદાલતે શાપૂરજી પાલનજી ગ્રુપની તે અરજી પણ ફગાવી હતી જેમાં ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના માલિકી હકો જુદા કરવાની માગણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ બોપન્ન અને જસ્ટિસ રામાસુબ્રહ્મણિયનની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે કાયદાના તમામ પ્રશ્નોના જવાબો અરજદારો ટાટા જૂથની તરફેણમાં જવાને લાયક છે અને ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી અરજી મંજૂર કરવાને લાયક છે અને એસપી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી અરજી રદ થવાને પાત્ર ઠરે છે. અને પરિણામે સિવિલ અપીલ નં…(સાયરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વિ. ટાટા સન્સ લિમિટેડ તથા અન્યો) સિવાયની તમામ અપીલો મંજૂર કરવામાં આવે છે અને એનસીએલએટીનો તારીખ ૧૮ ડીસેમ્બર, ૨૦૧૯નો આદેશ બાજુએ મૂકવામાં આવે છે. શાપુરજી પાલનજી ગ્રુપ કે જે ટીએસપીએલમાં ૧૮.૩૭ ટકા હિસ્સો ધરાવે છે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે ભંડોળ ઉભું કરવા માટે શેરો ગીરવે માટેની તેની યોજના અવરોધવા માટે ટાટા જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું છે અને તે લઘુમતિ શેર હોલ્ડરોના અધિકારોનું દમન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રતન તાતા આ જૂથના અધ્યક્ષ તરીકે નિવૃત થયા પછી સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષ બનાવાયા હતા પણ બાદમાં મતભેદો ઉભા થયા બાદ ટાટા જૂથે તેની બોર્ડ મીટિંગમાં સાયરસ મિસ્ત્રીને જૂથના અધ્યક્ષપદેથી દૂર કરવાનો નિર્ણય ૨૦૧૬માં કર્યો હતો જેની સામે એસપી ગ્રુપે અરજી કરી હતી કે આ બાબત કોર્પોરેટ વહીવટ પર હુમલા સમાન છે જ્યારે ટાટા જૂથે રજૂઆત કરી હતી કે બોર્ડે તેના અધિકાર ક્ષેત્રની અંદર રહીને જ આ નિર્ણય લીધો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top