છાંટા ઉડવાની આશંકાએ ભાટીની જીવન લીલા સંકેલાઈ હોવાની પોલીસ બેડામાં ચર્ચા

આણંદ: ગત પખવાડિયામાં રાજ્યની કદાચ સહુથી મોટા પચાસ લાખના લાચ પ્રકરણમાં એસીબી ના હાથે ઝડપાયેલા અમદાવાદ આર. આર. સેલ ના પ્રકાશસિંહ રાઓલની રિમાન્ડ દરમ્યાન વટાણા વેરાયા હોય અને તેના પગલે પોતાના પર છાટા ઉડવા પામે તેવી આશંકા રેન્જ આઇ.જી કેસરીસિહ ભાટી ને થતા તેમની જીવનલીલા સંકેલાઈની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

  મળતી માહિતી અનુસાર ખંભાત ખાતે થી ગત ૨૩મી ના રોજ બેનંબરી ખાતર ના વેપલા પર અંમદાવાદ રેનજ ના આર આર સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા.

  જેના પગલે સેલ ના એ એસ આઇ પ્રકાશસિહ રાઓલ દ્વારા ભીનુ સંકેલવા કદાચ રાજ્ય માં પહેલીવાર પચાસલાખ ની લાચ રકમ માગવામાં આવતા માત્ર ૨.૮૨લાખ ના પકડાયેલા જથ્થો માં આટલી મોટી રકમ  ની માગ થી ચકચાર મચી જવા પામી હતી અને કુછ તો ગરબડ હૈ ની આશંકાઓ પણ ઉભી થવા પામી હતી.

 પરંતુ સમગ્ર મામલે એસીબી દ્વારા ગોઠવવામાં આવેલ છટકામા પ્રકાશસિહ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા સાત દિવસ ના એસીબી એ રિમાન્ડ મેળવતા રિમાન્ડ દરમ્યાન પ્રકાશસિહ એ ભાગરો વાટયો હોય અને આર આર સેલ અમદાવાદ રેન્જ નુ હોય તેના સીધા છાટા નો રેલો રેન્જ આઇ.જી ના પગ નીચે આવે તેવી શક્યતા ના પગલે રેન્જ આઇજી કેસરીસિહ ભાટી ને પોતાના પર છાટા ઉડવા પામે ના કારણે વયથિત થઇ ઉઠયા હોય અને  હાર્ટ એટક ના ભોગ બનતા જીવનલીલા સંકેલાઈ જવા પામી હોવાની ચર્ચા બેડામાં ઉઠવા પામી છે. 

તો બીજી બાજુ ભાટીના નિધનના પગલે પચાસલાખ લાચ પ્રકરણને ધરબી દઇ તપાસ અભરાઇ પર ચઢાવી દેવાના જો અન્ય કોઇ ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સાથેની પ્રકાશસિંહ સાથેની વહિવટી સાઠગાઠ ના પગલે ખેલ રચાય તેવી શક્યતાની ચર્ચા ઉઠવા પામી છે. જોકે ગત સાહ દરમિયાન ગુજરાત મિત્ર દ્વારા પચાસ લાખ લાચ પ્રકરણમાં આઇપીએસ અધિકારીઓ ના ઉચ્ચ સત્તા ના ખેલનો અહેવાલ ઉજાગર કરવા આવ્યો હતો જે ભાટીના નિધનથી કયાંક સત્ય તો નથી ઠર્યાની ચર્ચાએ જોર પકડયું છે.

શું રેન્જ આઇજીના નિધન સાથે રૂ. પચાસ લાખ લાચ પ્રકરણ પર પડદાના ખેલ રચાશે?

   ગત પખવાડિયામાં ખંભાત ખાતે થી બેનંબરી ખાતરના વેપલા પર પડેલ આર આર સેલ ના દરોડામાં ૨.૮૨ લાખના પકડાયેલા જથ્થાનું ભીનુ સંકેલવાના સેલ ના પ્રકાશસિહ દ્વારા માગવામાં આવેલ પચાસલાખ ની રકમ લેવા જતાં એસીબી ના હાથમાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ મળેલ રિમાન્ડ દરમ્યાન એસીબી ને તપાસમાં ચોકાવનારી વિગત મળવા પામી હોય છેલ્લા સતર વર્ષ થી પ્રકાશસિહ ઉચ્ચ અધિકારીઓ તથા નેતાઓનો વહિવટદાર બનેલ હોય તેમના પગ નીચે રેલા આવે તે પૂર્વ રેન્જ આઇજી ભાટીના નિધન સાથે માતબર રકમ લાચ પ્રકરણ પર પડદા પાડવાના ખેલ રચાવામાં આવે તેવી શકયતા ભાળવામા આવી રહી છે ત્યારે જો આ પૃકારનો ખેલ રચાય તો સરકારનુ ભ્રષ્ટાચાર મુકત શાસનના ગાણા ચોપાનીયામાં ધરબાઈ જશે.

Related Posts