Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતના આ શહેરમાં નોંધાયું સીઝનનું સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન

ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લામાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. તાપમાનનો (Temperature) પારો સતત નીચે જતા ગુરુવારે શિયાળાની (Winter) સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ (Coldest) દિવસ નોંધાયો હતો. શહેરમાં નવા વર્ષેની સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ દિવસ પુરવાર થયો હતો. ઉત્તર પૂર્વમાંથી ફૂંકાયેલ કાતિલ ઠંડા પવનોએ (Cold Wind) શહેર અને જિલ્લાવાસીઓને થર થર ધ્રુજતા કરી દીધા હતા. ઠંડીનો પારો 11 ડિગ્રી નોંધાયો હતો. આ વખતે ઠંડી શરૂઆતના બે મહિના ગાયબ રહ્યા બાદ પાછળથી જમાવટ કરી રહી છે. અચાનક બર્ફીલા પવનો સાથે ઠંડીનું જોર વધતા લોકો ઘરમાં પણ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. જ્યારે ફૂટપાથ ઉપર રહેતા અને બેઘર લોકોની હાલત દયનિય બની રહી છે. ઠંડીથી બચવા હવે તાપણાઓ પણ ઠેર ઠેર જામી રહ્યાં છે.

આ વખતે રાજ્યભરમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ નહિ સર્જાતા શરૂઆતમાં ઠંડી અદ્રશ્ય જોવા મળી હતી. જે બાદ વિદાય લેતા વર્ષ 2022 સાથે ઉત્તર ભારતમાં હિમ વર્ષા શરૂ થતાં મેદાની પ્રદેશો અને ગુજરાતમાં હવે ફૂલ ગુલાબી ઠંડી સાથે છેલ્લા એક સપ્તાહથી શિયાળો જમાવટ કરી રહ્યો છે. મોડે મોડે પણ ઠંડી નીકળતા શિયાળુ પાક કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. પ્રારંભે ઠંડી નહિ પડતા ઘઉં સહિતના પાક ઉપર કંઠી નહિ બેસતા ઉત્પાદન ઓછું થવાની અસર વર્તાય રહી હતી. આગામી એક સપ્તાહમાં હજી કાતિલ ઠંડીનું મોજુ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાડ થીજાવતી ઠંડીની અસર
ઝઘડિયા: ઉત્તર ભારતમાં હિમ વર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો પણ હાડ થીજાવતી ઠંડીની અસર અનુભવી રહ્યો છે. ચાલુ સપ્તાહ દરમિયાન સતત ઠંડો પવન ફુંકાતાં ઝઘડિયા તાલુકામાં લઘુત્તમ તાપમાન નીચું જતાં વાતાવરણ શીતળ ઠંડીનો ચમકારો ફેલાવી રહ્યું છે. હજુ આગામી બે દિવસો કોલ્ડવેવની આગાહી છે ત્યારે તાલુકાની જનતાએ આગામી દિવસો દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવવો પડશે એમ જણાય છે. શિયાળો જાણે ચારે મહિનાની એકસામટી ઠંડી અત્યારે જ ઠલવી રહ્યો હોય એમ હાલ ચોવીસ કલાક ઠંડીની અસર જણાય છે. તાલુકામાં વાતાવરણમાં તાપમાનનો પારો નીચો જઇને અત્યારે ધમાકેદાર ઠંડી પડી રહી છે, ત્યારે બદલાયેલા વાતાવરણથી જનજીવન પ્રભાવિત થયેલું દેખાઇ રહ્યું છે.

બદલાયેલા વાતાવરણની અસર જન આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. હાલ તાલુકામાં શરદી-ખાંસીનો વાવર જોવા મળે છે. તાલુકાના બજારોમાં સ્વેટર, મફલર, ગરમ ટોપીનું વેચાણ થતું જણાઇ રહ્યું છે. ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા જેવાં મહત્ત્વનાં વેપારી મથકોનાં બજારોમાં પણ મોડેથી તડકો નીકળ્યા પછી ગ્રામીણ જનતાની ચહલપહલ ધીમે ધીમે શરૂ થાય છે. ઠંડીના કારણે બજારો સવારે મોડેથી ખૂલે છે અને સાંજના દુકાનો સામાન્ય રીતે વહેલા બંધ થતા હોય છે. આમ, રાજ્યના અન્ય વિસ્તારોની જેમ જ ઝઘડિયા તાલુકામાં પણ જનતા શીતળ ઠંડીનો ચમકારો હાલ અનુભવી રહી છે.

Most Popular

To Top