World

રમઝાનમાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ વારંવાર ઉમરાહ નહીં કરી શકે, સાઉદી અરેબિયાની સરકારે લાગુ કર્યો નવો નિયમ

સાઉદી અરેબિયાઃ (Saudi Arabia) રમઝાન મહિનો (Ramdan Month) ચાલુ છે. દરમિયાન સાઉદી અરેબિયાની સરકારે ઉમરાહ (Umrah) કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત ભારતીય શ્રદ્ધાળુઓ રમઝાન મહિનામાં વારંવાર ઉમરાહ કરી શકશે નહીં. રમઝાન દરમિયાન વિશ્વભરના મુસ્લિમો ઉમરાહ માટે સાઉદી અરેબિયા જાય છે. ઇસ્લામમાં રમઝાનના મહત્વને કારણે આ મહિનામાં ઉમરાહ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. હજથી વિપરીત યાત્રાળુઓ સાઉદી અરેબિયામાં તેમના રોકાણ દરમિયાન તેઓ ઈચ્છે તેટલી વખત ઉમરા કરી શકે છે. આવા સંજોગોમાં લોકો વારંવાર કાબા પહોંચે છે. જેના કારણે ભીડ ઘણી વધી જાય છે. વધતી ભીડ વચ્ચે સાઉદી સરકારે નવો નિયમ લાગુ કરતા કહ્યું છે કે હવે કોઈ વ્યક્તિ રમઝાન મહિનામાં માત્ર એક જ વાર ઉમરા કરી શકશે.

ગલ્ફ ન્યૂઝ અનુસાર સાઉદી હજ અને ઉમરા મંત્રાલયે રમઝાન મહિના દરમિયાન મુસ્લિમોને ઉમરાનું પુનરાવર્તન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે અંતર્ગત મક્કામાં હાજર તીર્થયાત્રીઓ આ મહિનામાં માત્ર એક જ વાર ઉમરા કરી શકશે. રમઝાન દરમિયાન મોટી સંખ્યામાં લોકો સામાન્ય રીતે મક્કા પહોંચે છે. તે ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનો મુસ્લિમો માટે ધાર્મિક રીતે શુભ અને અતિમહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. ઇસ્લામના અનુયાયીઓ માટે રમઝાનમાં ઉપવાસ એક ફરજ છે અને એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ઇબાદતનું વધુ ફળ મળે છે.

સાઉદી સરકારે આ નિર્ણય કેમ લીધો?
હજ અને ઉમરાહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઉમરાહ દરમિયાન ભારે ભીડ ઘટાડવા માટે રમઝાન દરમિયાન ઉમરાનું પુનરાવર્તન કરવા પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પગલાથી વધુ લોકોને ઉમરાહ કરવાની તક પણ મળશે. મંત્રાલયે કહ્યું કે રમઝાનમાં બે વખત અથવા તેથી વધુ ઉમરાહ કરવા માટે કોઈ પરમિટ આપવામાં આવી નથી. આ સિવાય સાઉદી અરેબિયામાં સત્તાવાળાઓએ રમઝાન દરમિયાન લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે.

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ મોટો નિર્ણય લીધો હતો. રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ નવા નિયમો લાગુ કર્યા હતા. નિયમો અનુસાર સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત મસ્જિદોની અંદર ઈફ્તાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. તે ઇસ્લામનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ વર્ષે માર્ચમાં શરૂ થયેલા રમઝાન 9 એપ્રિલે સમાપ્ત થશે.

Most Popular

To Top