World

વૈજ્ઞાનિકોએ શોધ્યા નવા યોગ્ય ગ્રહો,જ્યાં જીવનની સંભવના છે પૃથ્વી કરતા બહેતર

નવી દિલ્હી : આપણે સૂર્ય મંડળના (Solar System) જેટલા ગ્રહો વિશેની માહિતી છે તે પૈકી હજુ સુંધી એટલુંજ જાણી શક્યા છીએ કે આપણી એકમાત્ર પૃથ્વી (Our Earth) ઉપર જ જીવન ધબકે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી છે અને બીજા એવા અન્ય ગ્રહો (Other Planets) શોધી કાઢ્યા છે જ્યાં જીવનની સંભાવનાઓ પૃથ્વી કરતા પણ બહેતર હોઈ શકે. આ ગ્રહોને સુપર હેબિટેબલ પ્લેનેટ (Super Habitable Planet) કહી શકાય છે. વૈજ્ઞાનિકો હાલ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે,એવા અન્ય ગ્રહો હોઈ શકે છે જ્યાં જીવન માટે પૃથ્વી જેવી સ્થિતિ અથવા તેનાથી પણ વધુ સારી સ્થિતિ મળી શકે છે. મિલકી વેમાં પીળા ડર્ફ તારાઓની સાથે નારંગી રંગના લઘુ આકારના તારાઓ પણ મળી આવ્યા હતા.

વૈજ્ઞાનિકોએ 4,500 ગ્રહોના ઓપજેક્ટ ઉપર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું
સંભવિત રીતે સુપરહેબિટેબલ એક્સોપ્લેનેટની શોધ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમે કેપ્લર ઑબ્જેક્ટ ઑફ ઇન્ટરેસ્ટ એક્સોપ્લેનેટ આર્કાઇવ ઉપર ગહેરાઈ પૂર્વક સંશોધન કર્યું હતું. તપાસ કરી.જે તપાસમાં તેઓએ લગભગ 4,500 ગ્રહોના ઓપજેક્ટ ઉપર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંશોધન દરમ્યાન કેટલાક એવા પથ્થરો અધ્યાયનમાં મળી આવ્યા હતા જેમાં પ્રવાહી પાણી રહી શકે છે. આ સંશોધન 2020 માં એસ્ટ્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સૂર્ય જેવા પીળા રંગની ચમક વાળા તારાઓમાંના ગ્રહો ઉપરાંત આ વૈજ્ઞાનિકોએ નારંગી રંગના લઘુ તારાઓ પણ જોયા હતા જે સૂર્ય કરતાં ઠંડા,ઝાંખા અને નાના હતા. વૈજ્ઞાનિકોની ટીમે ત્યારબાદ એવા તારણ ઉપર આવી હતી કે આ ગ્રહ જીવનની સંભાવનાઓ હોઈ શકે.

આ ગ્રહો 500 થી 800 કરોડ વર્ષો જૂના હોઈ શકે છે
મિલકી વેમાં પીળા ડર્ફ તારાઓની સરખામણીમાં નારંગી રંગના તારાઓની સંખ્યા લગભગ 50% વધુ છે.વૈજ્ઞાનિકોએ સૂર્ય અને અન્ય ગ્રહોનું નિરીક્ષણ કર્યા બાદ જીવનકાળનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેઓ જણાવે છે કે આપણા સૂર્યનું જીવનકાળ 1000 મિલિયન વર્ષથી ઓછું છે. જ્યારે નારંગી તારાઓનું જીવનકાળ 2000 થી 7000 મિલિયન વર્ષ છે. પૃથ્વી પર જીવન દેખાવા માટે લગભગ 350 મિલિયન વર્ષોનો સમય લાગ્યો છે જયારે નારંગી લઘુ કદ ધરાવતા તારાઓનો લાંબો જીવનકાળ છે. પૃથ્વી લગભગ 450 મિલિયન વર્ષ જૂની છે તેથી સંશોધકોનો અંદાજ છે કે જીવન માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ એવા ગ્રહો માટે હોઈ શકે છે જેનું જીવનકાળ 500 થી 800 મિલિયન વર્ષ છે.

24 જેટલા રહેવા યોગ્ય ગ્રહોની શોધ કરાઈ
24 જેટલા ગ્રહોની શોધ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોની ટીમે આ ગ્રહોની ઓળખ કરી છે. આમાંથી કોઈ પણ ગ્રહ સંશોધકોએ સુપરહેબિટેબલ ગ્રહો માટે બનાવેલા તમામ માપદંડોને પૂર્ણ કરતા નથી. પરંતુ એક ગ્રહે કેટલીક સંભવિતતા દર્શાવી હતી. આ ગ્રહ KOI 5715.01 છે. KOI (કેપ્લર ઑબ્જેક્ટ ઑફ ઇન્ટરેસ્ટ) 5725.01 એ લગભગ 550 મિલિયન વર્ષ જૂનો ગ્રહ છે. અને તે પૃથ્વીના વ્યાસ કરતાં 1.8 થી 2.4 ગણો છે. તે 2,965 પ્રકાશ-વર્ષ દૂર નારંગી લઘુ ગ્રહ આસપાસ ચક્કર લગાવે છે. સંશોધકો કહે છે કે તેની સપાટીનું સરેરાશ તાપમાન પૃથ્વી કરતાં લગભગ 2.4 ડિગ્રી સેલ્સિયસ ઠંડું હોઈ શકે છે. પરંતુ જો તેમાં ગરમી જાળવી રાખવા માટે પૃથ્વી કરતાં વધુ ગ્રીનહાઉસ વાયુઓ હોય તો તે રહેવા યોગ્ય હોઈ શકે છે.

Most Popular

To Top