SURAT

સુરત મનપાનો નિષ્ફળ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ હવે ‘સાયકલ ઓન ટ્રેક’ કેમ્પેઈનના ભરોશે

સુરત : શહેરમાં મનપા (SMC) દ્વારા શરૂ કરાયેલો સાયકલ (Bicycle ) શેરીંગ ( sharing) પ્રોજેકટ (Project) ડચકા ખાઇ રહ્યો છે. મનપાનો ૭૫ કિ.મી.નો સાયકલ ટ્રેક (Cycle track) છે, પરંતુ બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. તેથી હવે આ પ્રોજેકટને સફળ બનાવવા માટે સુરત મહાનગર પાલિકાએ સાયકલ ટ્રેકના ૫-૫ કિલોમીટરના અલગ અલગ ૧૫ સ્ટ્રેચ તૈયાર કરી ૧૫-સાયકલ એમ્બેસેડરની નિમણુંક કરી છે. આ ૧૫ સાયકલ એમ્બેસેડર અલગ અલગ ૫ કિ.મી. ટૂંકા અલગ અલગ સાયકલ ટ્રેકને અડોપ્ત કરશે, અને તેઓ આ ૫ કિલોમીટરમાં સાયકલ ટ્રેક પર તા. ૯મી ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી સાયકલિંગના પ્રચાર પ્રસાર માટે અલગ અલગ પ્રવૃત્તિઓ અને કેમ્પેઇન કરશે અને આ સાયકલ એમ્બેસેડર તેમને આપેલા સાયકલ રૂટનો સર્વે પણ કરશે.

ટ્રાફિક પોલીસની સાથે રાખીને સાયકલ ટ્રેક પર સાયકલ રાઈડનું આયોજન

જે તે વિસ્તારના નાગરિકો જોડે વાતો કરી તેમના અભિપ્રાયો સુરત મહાનગર પાલિકા સુધી પહોંચાડશે. ઉપરાંત મનપા પીક અવરમાં સુરત શહેર ટ્રાફિક પોલીસની સાથે રાખીને સાયકલ ટ્રેક પર સાયકલ રાઈડનું આયોજન પણ કરશે આ રીતે આખા સાયકલ ટ્રેકને આવરી લઈ અને તેના પ્રચાર અને જાગૃતિ માટે સુરત મહાનગર પાલિકાએ અને સુરત સ્માર્ટ સિટીએ ૭૫ દિવસનું કેમ્પેઇન ચલાવવાનું વિચાર્યું છે. કેમ્પેઇનનું લોન્ચિંગ રવિવારે સવારે મેયર હેમાલીબેન બોઘાવાલાની હાજરીમાં કરવામાં આવ્યુ હતું,

Most Popular

To Top