Comments

નિખાલસ પ્રેમ અને પ્રેમની કબુલાતમાં સચ્ચાઈનો રણકો

અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે જીવનમાં કોઈનો પણ બિનશરતી અને નિર્દોષ પ્રેમ પામી શક્યા નથી તો તમારું જીવન જ નિષ્ફળ છે. પ્રેમ એ જ તો જીવનની સાર્થકતા છે. કમનસીબે દરેક વ્યક્તિને કોઈનો બિનશરતી અને અઢળક પ્રેમ આજીવન મળે એવું બનતું નથી.”

પાકિસ્તાનના પંજાબ પ્રાન્તમાં ગુજરાંવાલાં તેમનું જન્મસ્થળ. હિન્દુસ્તાનના ભાગલા પછી અમૃતા પ્રિતમ પરિવાર સાથે સ્થળાંતર કરીને ભારત આવ્યાં. ઉત્તરાવસ્થામાં તેઓ નવી દિલ્હીમાં જ રહ્યાં અને 2005 માં મૃત્યુ પામ્યાં. પંજાબી અને હિન્દી ભાષામાં તેમણે યાદગાર કવિતાઓ, નવલકથાઓ અને લલિત નિબંધોનાં 100 થી વધુ પુસ્તક આપ્યાં છે. તેમની “પિંજર” નામની નવલકથા ઉપરથી ફિલ્મ પણ બની છે.

તેમનાં લગ્ન સામાજિક રીતરિવાજ પ્રમાણે સને 1935 માં પ્રિતમ સિંગ સાથે થયાં અને તેઓ અંગત મતભેદને કારણે સને 1960 માં છૂટાં પડ્યાં. અમૃતા પ્રિતમ હિન્દી સિનેમાનાં જાણીતા ગીતકાર સાહિર લુધિયાનવીનાં પ્રેમમાં હતાં પણ એક ન થઈ શક્યાં.

તેમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ” (રસીદી ટિકિટ) જાણીતી છે. સને 1965 થી સતત 40 વર્ષ મૃત્યુપર્યંત ઈમરોઝ નામના ચિત્રકાર પ્રેમી સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહ્યાં. તેમણે પોતાની આ પ્રેમકથા “અમૃતા-ઈમરોઝઃ એ લવસ્ટોરી” પુસ્તકમાં આલેખી છે.

વાત નિખાલસ પ્રેમની અને પ્રેમની કબુલાતની વાત છે. પ્રેમનો આવિર્ભાવ પ્રગટ કરવો અને અપ્રગટ રહેવા દેવો એવી કશ્મકશ પ્રેમની મોસમ બેસે ત્યારે હોય છે. ઈસવીસન પૂર્વે 41 મા વર્ષમાં ઈજિપ્તની મહારાણી ક્લિયોપેટ્રાને રોમન આર્મીના ચીફ માર્ક એન્ટોની સાથે પ્રેમ થઈ ગયો હતો.

દુનિયાની આ સૌથી જૂની પ્રેમકથા છે. પ્રિયજન તેની પ્રિયતમા માટે લવસોંગ ગાઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો હોય છે. આવું લવસોંગ ઈસવીસન પૂર્વે 1989 ના વર્ષમાં મિડલઈસ્ટ પ્રદેશમાં લખવામાં આવ્યું હતું.

પ્રેમ વ્યક્ત કરવા માટે પ્રિયતમાની તર્જનીમાં રિંગ-વીંટી પહેરાવવાની ઔપચારિકતા પણ હજારો વર્ષ જૂની છે. ઈસવીસન પૂર્વે 27 મા વર્ષમાં રોમન લોકોમાં એક માન્યતાને આધીન આવી વીંટી પહેરાવવાની શરૂઆત થઈ. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો પ્રેમની મોસમ એટલે વસંત ઋતુ.

વિદેશોમાં વર્ષોથી અને ભારતમાં પણ છેલ્લાં વર્ષોથી તા.14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમદિન તરીકે મનાવવામાં આવે છે. આ સ્પેશિયલ દિવસ મનાવવાની શરૂઆત પણ ઈસવીસન પૂર્વે પોપ ગેલાસિયસે ખ્રિસ્તી શહીદોની યાદમાં કરી હતી. પરંતુ સમય જતાં એમાં ફેરફાર આવતા ગયા.

“લવ” શબ્દ પહેલી વાર ઈસવીસન પૂર્વેના 900 મા વર્ષમાં જૂની અંગ્રેજી ભાષામાં “ફૂફૂ” શબ્દ પરથી પ્રયોજવામાં આવ્યો અને પહેલી વાર ઉપયોગમાં લેવામાં આવ્યો. દુનિયામાં પહેલી વાર કોઈ પ્રેમી યુગલની પ્રેમકથા લખવામાં આવી હોય તો એ રોમિયો-જુલિયટની પ્રેમકથા છે. ઈસવીસન 1597 માં બ્રિટિશ સાહિત્યકાર વિલિયમ શેકસપિઅરે રોમિયો-જુલિયટની પ્રેમકહાની લખી. જે આજે પણ બેસ્ટ સેલર ગણાય છે.

પ્રેમની વાત કરીએ તો તાજમહલને કેમ ભૂલી જવાય. હિન્દુસ્તાનના શહેનશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં બનાવડાવેલો તાજમહલ ઈસવીસન 1632 માં તૈયાર થયો. 22,000 મજૂરોએ 22 વર્ષની મહેનત કર્યા પછી આ સ્થાપત્યની કવિતા તૈયાર થઈ.

ઈસવીસન 1813 માં અંગ્રેજી લેખક જેન ઓસ્ટને “પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ” નામની કલાસિક લવસ્ટોરી-નોવેલ લખી. સને 1840 પછીથી બ્રિટિશ એમ્પાયરનાં ક્વીન વિકટોરિયાના ફેશનેબલ સફેદ વેડિંગ ડ્રેસને એટલી લોકપ્રિયતા મળી કે એમણે પરિધાન કરેલા આ ડ્રેસને પશ્ચિમના દેશોમાં અને હવે તો ભારતમાં પણ ખ્રિસ્તી પરિવારોમાં લગ્નવિધિ વખતે નવવધૂ અવશ્ય પહેરે છે.

પ્રેમ કદાચ ઝાકળ જેવો છે. એકરાર કરવામાં વાર લાગે તો પ્રેમ ઝાકળ બનીને ઊડી પણ જાય. પ્રેમ હવા જેવો છે. હવાને અનુભવી શકાય પણ જોઈ શકાય નહિ અને સ્પર્શી પણ શકાય નહિ. હૃદયની નિર્મળતા હોય અને પરસ્પર વિશ્વાસ, ભરોસો હોય તો પ્રેમની મોસમ બારેમાસ રહેતી હોય છે.

સ્ટૉપર

 “मैं चुप शान्त और अडोल खड़ी थी

सिर्फ पास बहते समु में तूफान था

फिर समुन्द्र को खुदा जाने

क्या ख्याल आया

उसने तूफान की एक पोटली सी बांधी

मेरे हाथों में थमाई

और हंस कर कुछ दूर हो गया

          અમૃતા પ્રિતમ

            લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top