Home Articles posted by Dinesh Desai
મહાન વિચારક લાઓત્સે કહે છે કે “જે વ્યક્તિ આગળ જવાની જીદ ન કરે અને આગળ જવાની સ્પર્ધામાં ભાગ જ ન લે તે પોતાની જાતને આપોઆપ શ્રેષ્ઠતાની યાદીમાં સ્થાન મેળવી લે છે.” જે લોકો દોડમાં સામેલ થઈ જાય છે તે આપોઆપ જ હીન બની જાય છે અને જે લોકો દોડની સ્પર્ધામાંથી બહાર નીકળી જઈને પાછળ ઊભા […]
જે. કૃષ્ણમૂર્તિ માનવીના સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહને આ રીતે સમજાવતા કે “દરેક માણસ જે ભીતરથી છે, તેવો જ બહાર પણ હોય એવું હંમેશા બનતું નથી. માણસ જેવો દેખાય છે, એવો હોતો નથી. માણસ આત્મારૂપ બની શકતો નથી. કારણ કે સ્વભાવ આડો આવે છે.” દુનિયા દેખાવની અથવા બાહ્યાડંબરની બનતી જાય છે? આપણને સામે મળતી વ્યક્તિ […]
આજે સંબંધની મધુરતાની વાત કરીએ. ગઝલકાર ‘મરીઝ’નો એક શે’ર યાદ આવે, “બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.” જ્યારે બે વ્યક્તિ દિલથી મળે છે ત્યારે ભલે એ બે જ વ્યક્તિ હોય તેમ છતાં એનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. એથી ઉલટું જ્યારે દિલ વિના, સાવ […]
મહાન જર્મન લેખક, ફિલસૂફ, સાયકોલોજીસ્ટ, સાયકોએનાલિસ્ટ, લોકશાહી, સમાજવાદી ચળવળકર્તા એરિક ફ્રોમ (1900-1980) આમ તો “ધ આર્ટ ઓફ લવિંગ” પુસ્તકથી વધુ જાણીતા છે. તેઓ કહે છે કે “પ્રેમ જીવનનું રસાયણ છે. પ્રેમ જીવનની ઊર્જા અને ઉષ્મા-સુષ્મા છે. પ્રેમ માગવાનો ન હોય. આપીને પામવાનું નામ એટલે પ્રેમ. પ્રેમ કદી ક્યારેય કોઈને ઝુકાવે નહીં. પ્રેમ ઝૂકી જાય છે, […]
ફ્રાન્સના મહાન દાર્શનિક, વિચારક, નાટ્યકાર-લેખક વૉલ્તેયર (1694-1778)એ લખ્યું છે કે “શબ્દનો ઉપયોગ આપણે આપણા વિચારોને છુપાવવા માટે કરતા હોઈએ છીએ. ખરેખર તો શબ્દોથી આપણે આપણા વિચારોને વ્યક્ત કરવાના હોય છે. એ જ રીતે આંસુ આપણી લાગણીઓને વ્યક્ત કરતા હોય છે. આંસુ આપણા મનની પરિસ્થિતિની શાંત પરિભાષા છે.” 83 વર્ષની આયુમાં તેમણે ઘણી બધી અમર કૃતિઓ […]
એંગ્લો-આઈરિશ લેખક-કવિઅને “ગુલિવર ટ્રાવેલ્સ”ના સર્જક જોનાથન સ્વિફ્ટ (1667-1745)એ 78 વર્ષની આયુમાં ઘણી બધી નોંધપાત્ર કૃતિઓ આપી છે. તેઓએ કહ્યું છે કે “માનવજીવનમાં સંબંધોની સુવાસ ખુબ મહત્વ ધરાવે છે. સંબંધોમાં વિશાળતા અને વ્યાપકતા હોવી જોઈએ, સંકૂલતા નહીં. સંબંધમાં વૈચારિક અવસ્થા ઉદાર જોઈએ, સંકીર્ણ નહીં. અન્યથા સંબંધ કાચના વાસણની માફક તૂટી જશે અને કદાચ કાચને ફરી સાંધી […]
નેધરલેન્ડના ડચ ચિત્રકાર રેમ્બ્રાં(૧૬૦૬-૧૬૬૯)એ કહેલું કે “સ્ત્રી ખુદ કળા અને સૌંદર્યનું જીવંત દૃષ્ટાન્ત છે. સ્ત્રીની હંમેશા કદર જ કરવી જોઈએ. ભલે એ કોઈ પણ સંબંધ અને કોઈ પણ સ્વરુપમાં હોય. સ્ત્રી મા, હોય, બહેન હોય, પ્રેયસી અને પત્ની હોય કે દીકરી હોય અથવા કોઈ પણ સંબંધ હોય. પૃથ્વી ઉપર ઈશ્વરનું જીવંત સ્વરુપ એટલે સ્ત્રી.” ઋગ્વેદના […]
અંગ્રેજી લેખક જૉનાથન સ્વિફ્ટનું કહેવું છે કે “એકવીસમી સદીમાં મહિલાઓ વધુ શિક્ષિત થઈ છે અને આર્થિક રીતે પણ વધુ સક્ષમ બનીને પુરુષોથી પણ વધુ કમાતી થઈ છે. આમ છતા આવી મહિલાઓ તેમના પતિમહાશયની માનસિક-શારીરિક ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી.” તેઓ એકવીસમી સદીની વર્કિંગ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા ડુસકાંને સમજે […]
सबसे ऊँची प्रेम सगाई। दुर्योधन की मेवा त्यागी, साग विदुर घर पाई॥ जूठे फल सबरी के खाये बहुबिधि प्रेम लगाई॥ प्रेम के बस नृप सेवा कीनी आप बने हरि नाई॥ राजसुयज्ञ युधिष्ठिर कीनो तामैं जूठ उठाई॥ प्रेम के बस अर्जुन-रथ हाँक्यो भूल गए ठकुराई॥ ऐसी प्रीत बढ़ी बृन्दाबन गोपिन नाच नचाई॥ सूर क्रूर इस लायक […]
સંબંધમાં કૅર ઍન્ડ કન્સર્ન પણ સમજવાની જરૂર છે. તમને જેના માટે પ્રેમ હોય, લાગણી હોય એના પ્રત્યે તમારી કાળજી અને નિસબત પણ રહેવાની. આપણા પ્રત્યેક વર્તાવમાં એ કાળજી અને નિસબત ઝળકતી રહેવી જોઈએ બર્નાર્ડ રશૅલ કહેતા કે “પ્રેમ એટલે કૅર ઍન્ડ કન્સર્ન.” થોડા શબ્દોમાં તેઓ ઘણું કહી ગયા છે. પ્રેમમાં હંમેશા આપવાનો ભાવ જ હોય, […]