Entertainment

શ્રુતિ હસન કમાલ કરશે?

જે હીરોઇને પોતાને ટોપ સ્ટાર તરીકે ઓળખાવવી હોય તે હવે પૅન ઇન્ડિયા ફિલ્મની હીરોઇન બનવા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ટોપ ગણવા માટે એકાદ – બે હોલીવુડ ફિલ્મ જરૂરી છે. આમ બન્યા પછી તે એકાદ મહિલા કેન્દ્ર ફિલ્મમાં કામ કહી એવું કહેવા માંગશે કે મારા દમ પર ફિલ્મ ચાલી શકે છે તમે કહી શકો કે અભિનેત્રીઓનું સ્વમાન જાગી ગયું છે ને પોતાનું સ્ટેટસ બદલવા હવે નવા અભિગમ અપનાવી રહી છે.

અત્યારે એક બીજી ય પોઝીશન ઊભી થઇ છે કે આ હીરોઇનોએ સાઉથની અને હિન્દીની ફિલ્મો સાથે સાથે કરવી છે જેને સાઉથની ભાષા આવડે અને હિન્દી પણ આવડે તે આ માટે પર્ફેકટ છે. બાકી ડબિંગ ઇન્ડસ્ટ્રી જોરમાં છે એટલે બે યા બાર ભાષા ન આવડે તો ય બે યા બાર ભાષાની ફિલ્મમાં કામ કરી શકો. શ્રુતિ હાસનનું હિન્દી ફિલ્મમાં ઝાઝુ ઉપજયું નથી પણ હિન્દીમાં તેની ઓળખ જરૂર છે. તેણે હિન્દી ફિલ્મો પર વધારે ધ્યાન આપ્યું હોય તો અત્યારે જરૂર વધુ સારી દશામાં હોત પણ તે સાઉથને છોડી શકે તેમ નથી કારણ કે ત્યાં તે સારી જામેલી છેં ત્યાં તેના પિતા કમલ હાસનની તો હિન્દીમાં મા સારિકાની એક સારી ઓળખ છે.

જો કે તે પોતાની રીતે જ આગળ વધી છે. ફિલ્મોમાં માવડિયા સંતાનો નિષ્ફળ જાય છે ને પિતાના આધારે મેળવેલી ફિલ્મો સ્વમાન નથી આપી શકતી. શ્રુતિ પોતાને અભિનયવાળા કુટુંબમાંથી આવેલી ગણી શકે પણ તેનું કુટુંબ હકીકતે વેર વિખેર છે. બાપ પોતાની જિંદગી જીવે છે ને તે મા પાસે પણ સતત રહી શકી નથી. સારા અલી ખાન, મસાબા ગુપ્તા જાન્હવી કપૂરની જેમ શ્રુતિને પણ પોતાની રીતે કુટુંબની વ્યાક્યા કરવી પડે છે. પણ આ બધું છતાં તેણે પોતાની કારકિર્દી બનાવી છે. અત્યારે જે પ્રભાસ ‘આદિપુરુષ’ને કારણે ચર્ચામાં છે તેની સાથે તે ‘સાલાર’માં નાયિકા છે. 28મી સપ્ટેમ્બરે રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે એ હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ ભાષામાં રજૂ થવાની છે. ‘આદિપુરુષ’ જો સફળ બને તો શ્રુતિને સાલારમાં મોટો લાભ થશે. 200 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનો પ્રભાસ ડબલ રોલમાં છે. આ ફિલ્મને શ્રુતિ પણ ખૂબ મહત્વ આપી રહી છે. કારણ કે KGF બનાવનાર પ્રશાંથ નીલની તે ફિલ્મ છે. •

Most Popular

To Top