Entertainment

શહેનાઝ ગીલ, ન મુકશે જરા પણ ઢીલ

ગાતાં ગાતાં અભિનય કરતા થઈ જવું આજકાલ સાહજિક બની ગયું છે. આજના સમયના ગાયકો હવે મ્યુઝિક વિડીયો પણ બનાવે છે. જાહેર શો પણ કરે છે. આવું કરવું હોય તો પોતાને રજૂ કરવાની સભાનતા આવી જ જાય. શહેનાઝ કૌર ગીતની ઓળખ ગાયિકાની હતી અને પંજાબી હોવાના કારણે તેના ગીતોના 70-80 મ્યુઝિક વિડીયો પણ બન્યા જોકે  એ મ્યુઝિક વિડીયો પણ બન્યા જો કે એ મ્યુઝિક વિડીયો તે અભિનેત્રી તરીકે બહુ ઓછી આવી છે. પણ પંજાબીમાં તેણે ઘણા ગીતો ગાયા છે. હવે તે અભિનયના રસ્તે છે. શરૂમાં ચારેક પંજાબી ફિલ્મમાં આવી અને સલમાન ખાનની ‘કિસીકા ભાઈ કિસકી જાન’, ‘કિક-2’ ઉપરાંત અનિલ કપૂર, ભૂમિ પેડનેકર સાથે ‘થેન્ક યુ ફોર કમિંગ’ અને જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, નોરા ફતેહી સાથેની ‘100 %’ ફિલ્મ આવી રહી છે.

શહેનાઝ ગિલ ચચ્ચાર ફિલ્મથી પ્રવેશી રહી હોય તો તેની ટેલેન્ટને માનવું પડે. સામાન્ય પણે નવા ટેલેન્ટને પ્રત્યે ‘તેલ જુઓ, તેલની ધાર’ જુઓવાળુ વલણ હોય છે પણ શેહનાઝ પંજાબી ફિલ્મ કરી ચુકી હોવાથી તેણે આ નવી પરીક્ષા આપવી નથી પડી. પંજાબમાં પંજાબી ફિલ્મો નહીં પંજાબી મ્યુઝિક વિડીયોનું જ બજાર છે અને તેમાં શહેનાઝે ઘણું કામ કર્યુ હોવાથી તેની હિન્દી ફિલ્મોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. ‘બિગબોસ-13’માં  તેણે ભાગ લીધો ત્યારે સલમાન સાથે પરિચય થયો અને આજે એ સલમાન સાથેજ તેની બે ફિલ્મો છે. અમુક રિયાલિટી શો કેવા ફાયદા કરાવી શકે તેનું આ એક ઉદાહરણ છે. વળી તેની પંજાબી ફિલ્મ ‘હોંસલા રખ’ દિલજીત ડોસાંજ સાથેની હતી. શહેનાઝ ગિલ પંજાબની કેટરીના કૈફ તરીકે ઓળખાય છે. અમૃતસરમાં જન્મેલી શહેનાઝ સના તરીકે પણ જાણીતી છે.

બચપણથી જ તેને ગાવાનો શોખ હતો ને પછી અભિનયમાં પણ રસ પડ્યો.  તેનું ‘શિવ દી કિતાબ’ ગીત ખૂબ લોકપ્રિય બન્યું અને પછી આ લોકપ્રિયતાં સતત ઉમેરો થયો છે. ‘કાલા શાહ કાલા’ ફિલ્મમાં તેણે પ્રથમવાર એન્ટ્રી લીધી અને હવે પંજાબી નહીં હિન્દી ફિલ્મો પર તેનું ફોકસ છે. બિગ બોસ-13 દરમ્યાન તેની હિમાંશી ખુરાના સાથે ઝગડો થયેલો ને તે વધારે જાણીતી બની ગયેલી. હિમાંશી પણ ગાયિકા છે અને તેના ભાઈ સાથે શહેનાઝની રિલેશનશીપ પણ રહી છે. પણ આવું બધું થયા કરે. હવે તે જે નવા મુકામે પહોંચી છે તેમાં આવા વિવાદો પણ કામના છે. હવે તે હિન્દી ફિલ્મની કારકિર્દીને ખૂબ આશા સાથે જોઈ રહી છે. તે કહે છે કે અત્યારે મુખ્ય અભિનેત્રી તરીકે ભલે બહુ ફિલ્મો ન મળતી હોય પણ મારું લક્ષ્ય તે તરફ છે. પણ હીરોઈન બનવા નાની ફિલ્મોમાં નવાઝુદ્દીન કે રાજકુમાર રાવની નાવિકા નથી બનવું. મોટા સ્ટાર્સની ફિલ્મોનાં જ સિક્કા ઊછાળતા હોય છે. શહેનાઝનો વિચાર પ્રોફેશનલી મેચ્યોર કહી શકાય. હવે જોઈએ આગળ તે તેને ક્યાં લઈ જાય છે. •

Most Popular

To Top