Sanidhya

શું તમારી સેક્સ લાઈફ કંટાળાજનક બની ગઈ છે?

પૂરતું જ્ઞાન
સેક્સ વિશેનું જ્ઞાન પણ બહેતર અને સંતોષપ્રદ સેક્સ માટે આશીર્વાદરૂપ બની રહે છે. એકબીજાને ઉત્તેજિત કરતાં અંગો વિશેની જાણકારી, ઉત્તેજના માટે કોને શું અનુકૂળ આવે છે અને કઈ બાબતથી તમારામાં કામેચ્છા પ્રજ્વલિત થાય છે તેની જાણકારી તમારા જાતીય જીવનને નવી ઊંચાઈએ લઈ જશે.

સેક્સની વ્યાપક સમજણ
જે યુગલો પોતાના જાતીય જીવનથી બિલકુલ સંતુષ્ટ છે તેઓ એ બાબત સારી રીતે જાણે છે કે સેક્સ એ માત્ર સંભોગ નથી પરંતુ તેનાથી વિશેષ છે. અનેક અભ્યાસોમાં એ સ્પષ્ટ દર્શાવાયું છે કે તેઓ સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વાર સમાગમ માણે છે. ત્વરિત મજા માટે નિયમિત સમયપત્રકની જરૂર નથી પરંતુ શારીરિક રીતે તમારા સાથીની નિકટ રહેવાનો અર્થ એ છે કે તમે બંને એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવો છો.

તેઓ એકબીજાના મનની વાત જાણે છે
તમારા સાથીને કયા સ્થળે સ્પર્શ કરવાથી તે ઉત્તેજિત થાય છે તે જાણવાથી જાતીય સુખનો સંપૂર્ણ આનંદ માણવામાં મદદ મળે છે. કેટલાંક લોકો, ખાસ કરીને પુરુષો કોઈ પણ પ્રકારની ઉત્તેજના વગર તાત્કાલિક સંભોગના મૂડમાં આવી જાય છે. જ્યારે અન્ય લોકો ખાસ કરીને મહિલાઓને સમાગમ પૂર્વે ઉત્તેજિત કરવી પડે છે. આ તફાવતને ધ્યાનમાં રાખવાથી પણ તમે એકમેકને સંપૂર્ણ સંતુષ્ટિ આપી શકશો.

તેઓ પરાકાષ્ઠાની દરકાર નથી કરતા
દરેક સંભોગનો હેતુ જાતીય સુખની પરાકાષ્ઠા સુધી પહોંચવાનો નથી હોતો. કેટલાંક યુગલોમાં તેનાથી બિનજરૂરી દબાણ સર્જાય છે. અત્યંત પ્રેમાળ સ્પર્શ અથવા તો તમારા સાથીને ઉત્તેજિત કરે તે રીતની ક્રિયાઓથી નિકટતા વધારવી જોઈએ. સેક્સમાં કોઈ વસ્તુ સામાન્ય નથી હોતી. તમને શું ગમે છે, તમારે તે ક્યારે ક્યારે જોઈએ છે અને તે તમારા માટે કેટલું મહત્ત્વનું છે; આ તમામ બાબતો અંગે દરેક વ્યક્તિ અલગ અલગ મંતવ્ય ધરાવતી હશે. ઉંમર, શારીરિક તંદુરસ્તી અને દૈનિક જીવનની જવાબદારીઓ જેવા પરિબળો વગેરેને કારણે તમારી કામેચ્છા અને પ્રાથમિકતાઓમાં ફેરફાર થાય છે. પોતાની જાતીય જરૂરિયાતો અંગે હંમેશાં જિજ્ઞાસુ રહેતા, બાંધછોડ કે પરિવર્તન કરવા તૈયાર રહેતા અને પોતાની જાત વિશે બહેતર અનુભવતા યુગલો સંતોષપ્રદ જાતીય જીવન જીવે છે.

સમય ફાળવો
ઉંમરની સાથે સાથે જ તમારું શરીર જાતીય ઉત્તેજનાનો પ્રતિભાવ આપવામાં વધુ સમય લે છે. વૃદ્ધ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના ઘટતા સ્તરને કારણે તેમના માટે શિશ્નોત્થાન મુશ્કેલ બને છે. મહિલાઓમાં પણ રજોનિવૃત્તિકાળ દરમિયાન એસ્ટ્રોજનનું પ્રમાણ નીચું જવાને કારણે યોનિમાં શુષ્કતા આવવી તથા કામેચ્છા મંદ પડવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. સેક્સ માટે એકબીજાને પૂરતો અને અલાયદો સમય આપો.

તેઓ પ્રયોગશીલ રહે છે
શું તમારી સેક્સ લાઈફ કંટાળાજનક બની ગઈ છે? અલગ-અલગ પોઝિશન, પદ્ધતિ, સ્પર્શ તથા ઉત્તેજનાની રીતો અજમાવી જાતીય જીવનને વધુ મજેદાર બનાવો. નવી પદ્ધતિઓથી રોમાંચમાં વધારો થશે જેથી તમે વધુ બહેતર રીતે પરાકાષ્ટાની મજા માણી શકશો.
પોર્નને મર્યાદિત રાખે છે
કેટલાંક યુગલો માટે ફોટોગ્રાફિક કે સાહિત્યિક ઉત્તેજના રોમાંચક અને કામેચ્છા પ્રબળ બનાવનારી હોય છે પરંતુ પોર્નોગ્રાફીની લતથી પુરુષની શિશ્નોત્થાનની અને જાતીય સુખની પરાકાષ્ટા સુધી પહોંચવાની ક્ષમતા પર માઠી અસર થાય છે. આ ઉપરાંત પોર્નથી બિનવાસ્તવિક અપેક્ષાઓ પેદા થાય છે, જે વાસ્તવિક જીવનના જાતીય જીવન કરતાં બિલકુલ વિપરીત હોય છે. તેનાથી તેમના સાથીના આત્મસમ્માન પર અસર થાય છે અને છેવટે તેમના સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના સર્જાય છે.

તેઓ પોતાના સાથીની સંભાળ રાખે છે
સંશોધનો દર્શાવે છે કે જેઓ પોતાના સાથીને સંતોષ પૂરો પાડવાની દરકાર કરે છે અને જેઓ પોતાના સાથીની ખુશીમાં જ ખુશ રહે છે તેઓ પ્રસન્ન રહે છે. અલગ સમયે અને સપ્તાહમાં એક વારને બદલે બે વાર સમાગમ કરો અથવા તમારા સાથીની જાતીય પરિકલ્પનાઓ મુજબનું સેક્સ માણો.
તેઓ સંતોષ ઈચ્છે છે
પ્રેક્ટિસથી સંપૂર્ણતા આવે છેઃ જ્યારે તમે સેક્સ, એક્સરસાઈઝ, હાસ્ય, કળા કે અન્ય કોઈ એવી ક્રિયા કરો છો કે જેનાથી તમે પ્રસન્ન રહો છો અને તમારા શરીરમાં એન્ડોર્ફિન્સનું પ્રમાણ વધે છે ત્યારે તમે જાતીય ક્રિયા માટે તમારી જાતને બહેતર રીતે સજ્જ બનાવો છો, જે તમને ઉત્તેજિત થવામાં મદદરૂપ બને છે.

સાધનોનો ઉપયોગ
કેટલાંક યુગલો શુષ્કતા દૂર કરવા માટે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરે છે અથવા તો સેક્સ દરમિયાન પોઝિશનને અનુરૂપ થવા માટે ઓશિકાનો ઉપયોગ કરે છે. જેથી તેમના સાથી માટે સમાગમ સુવિધાજનક બની રહે. તમે તમારી અને તમારા સાથીની સુવિધા વિશે જેટલું વધુ ધ્યાન આપશો, સેક્સની સંતુષ્ટિ તેટલી જ બહેતર રહેશે.
થેરપીની મદદ
નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લેવાથી તમે વધુ બહેતર રીતે એકબીજા સાથે સંવાદ કરી શકશો. આ ઉપરાંત તે તમને સ્પર્શની કસરત અને ઉત્તેજના અને કામેચ્છા વિશે વ્યાપક જ્ઞાન પૂરું પાડશે. જો તમારી સમસ્યા અન્ય કોઈ કારણોને લીધે ઉદભવી હોય તો સંવાદની મદદથી તમારા સંબંધોને બહેતર બનાવી શકાય છે.

Most Popular

To Top