National

કોરોનાની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો.સાયરસ પૂનાવાલાને આવ્યો હાર્ટ એટેક

પૂણે સ્થિત રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ (Serum Institute) ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો.સાયરસ પૂનાવાલાને (Dr. Cyrus Poonawala) હાર્ટ એટેક આવ્યો હતો. અહીંની એક હોસ્પિટલમાં ત્રણ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડોક્ટરોએ શુક્રવારે જણાવ્યું હતું કે 82 વર્ષીય પૂનાવાલાને ગુરુવારે હળવો કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. હવે તેમની હાલ સ્થિત છે.

રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડો.પુરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે સાયરસ પૂનાવાલાને હળવો કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને તેઓ હવે ઝડપથી સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલના કન્સલ્ટન્ટ અલી દારૂવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડો.સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હળવો કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને શુક્રવારે સવારે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ડો.પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડો.પૂર્વેઝ ગ્રાન્ટ, ડો.મેકલે અને ડો.અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તબિયત સારી છે. જણાવી દઈએ કે ડો. સાયરસ પૂનાવાલા એ પૂનાવાલા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ એ ગ્રૂપ ઝે જેમાં રસી બનાવતી કંપની SII પણ સામેલ છે.

ડો.સાયરસ સોલી પૂનાવાલાનો જન્મ 1941માં થયો હતો. તેમને ભારતના ટીકા સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ 170 થી વધુ દેશોમાં રસીની નિકાસ કરે છે અને વિશ્વના દરેક બીજા બાળકને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી આપવામાં આવી છે.

Most Popular

To Top