Gujarat Main

ફટાકડાને લીધે ગેસના ફુગ્ગા બ્લાસ્ટ થતા ઊંઝામાં આગ લાગી, બાળકો સહિત 30 દાઝ્યા

ઊંઝા(Unjha): મહેસાણાના ઊંઝામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ગણપતિ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના પગલે મોટી સંખ્યામાં ભક્તો, દર્શનાર્થીઓ ભેગા થયા હતા. દરમિયાન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવી રહ્યાં હતાં. તે ફટાકડાની ઝાળ ગેસના ફુગ્ગા પર લાગતા ભડકા સાથે આગ ફાટી નીકળી હતી. આ આગની દુર્ઘટનામાં બાળકો સહિત 30 લોકો દાઝ્યા છે.

મહેસાણાના (Mehsana) ઊંઝામાં મોટી દુર્ઘટના બની છે. અહીંના બ્રાહ્મણવાડા ગામ ખાતે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવ દરમિયાન લોકો ફટાકડા (Crackers) ફોડી રહ્યાં હતાં. નજીકમાં કેટલાંક લોકો ગેસના ફુગ્ગા (Gas Baloon) વેચી રહ્યાં હતાં.

દરમિયાન એક ફટાકડો ગેસના ફૂગ્ગા પર લાગતા ધડાકાભેર આગ (Fire) ફાટી નીકળી હતી. આ આગના લીધે માસુમ બાળકો સહિત 30 જેટલા લોકો દાઝ્યા હોવાની વિગતો સાંપડી છે. હાલ ઇજાગ્રસ્તોને ઉંઝાના જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાંક ગંભીર રીતે દાઝેલા દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top