Vadodara

સિનિયર રેસિડેન્ટ તબીબોમાં નારાજગી વ્યાપી

વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના સિનિયર રેસિડેન્ટ તબીબોએ તેમને હોસ્ટેલ ખાલી કરવા મુદ્દે મેડિકલ કોલેજના ડીન ને રજુઆત કરી હતી.100 થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરના જોઇનિંગ સાથે તેઓને હોસ્ટેલ ખાલી કરવાનું જણાવતા રેસિડેન્ટ તબીબોએ નારાજગી દર્શાવી તેમની કેમ્પસ હોસ્ટેલમાં ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં નિમણુંક પામેલા સિનિયર રેસિડેન્ટ તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા હતા.જેઓને મેડિકલ કોલેજ દ્વારા નિમણુંક પત્ર આપતાની સાથે જ એવી શરત મુકવામાં આવી કે હોસ્ટેલ ખાલી કર્યા બાદ જ તેઓની નિમણુંક મંજુર કરવામાં આવશે.

અને સિનિયર રેસિડેન્ટ તબીબોને તેઓના રહેવા માટેની અન્યત્ર સ્થળે વ્યવસ્થા કરવા જણાવી દેતા તબીબોએ નારાજગી વ્યક્ત કરી હતી.રાત દિવસ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડેન્ટ તબીબોએ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.તબીબોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે અમને અઢી મહિના સુધી હોસ્ટેલમાં રહેવા માટેનો સમય આપવામાં આવે અથવા તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જોકે મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરે તેઓની રજુઆત સાંભળીને હોસ્ટેલ ખાલી કરવા માટેની સમય મર્યાદા આપી હતી.નવી બેચ માટે હોસ્ટેલની પૂરતી વ્યવસ્થા નથી.એક હોસ્ટેલની ઇમારતને તોડીને નવી ઇમારત ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે.ત્યારે નવા પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલની રૂમો ઓછી પડશે આવા સંજોગોમાં સિનિયર રેસિડેન્ટ તબીબો ને હોસ્ટેલની રૂમનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકાય તેમ નથી.હોસ્ટેલ ખાલી કરવા માટે તબીબોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

એમડીએમએસનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે.જેથી અમે તેમને રૂમ ખાલી કરવા જણાવ્યું હતું.જેથી કરીને તેમને તકલીફ હતી.અગવડતા ઉભી થઇ હતી.હોસ્ટેલ ખાલી કરવા માટેની એનઓસી જે હોય એ લીધા બાદ જ જોઇનિંગ આપી શકીએ.હોસ્ટેલ ખાલી કર્યું હોય તેની એનઓસી લેવી પડે.ખાલી કરવા માટે ત્રણ દિવસ વધુ ફાળવવામાં આવ્યા છે.નવી બેચ આવવાની છે એટલા માટે જ એમને રૂમ ખાલી કરવા માટે કીધું છે અને નવી બેચને રૂમ આપવા જ પડે કેમ કે અત્યાર સુધી 180 સીટ હતી અને હવે 250 ઉપરથી પીજી પણ વધ્યા એટલે આ ચાર પાંચ વર્ષનો બેક લોટ ઉભો થયો છે.આ સિવાય અમે અમારી બે હોસ્ટેલ તોડી પાડી છે.નવી બનાવા માટે એટલે રૂમ ઓછા થઈ ગયા છે.જયારે ભવિષ્યમાં આવા કોઈ ઇસ્યુ ઊભા ન થાય તે માટે ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરી છે.
-ડો.તનુજા જાવડેકર ડીન,મેડિકલ  કોલેજ

Most Popular

To Top