Gujarat

સાળંગપુર: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસમાં ભીંત ચિત્રો હટાવી દેવાની ખાતરી આપી

સાળંગપુર: (Sarangpur) સાળંગપુર હનુમાનજી મંદિરના (Temple) વિવાદાસ્પદ ભીંત ચિત્રો ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચારે કોરથી આ ભીંત ચિત્રોને લઈ લઈ સનાતન ધર્મના અનુયાયીઓ દ્વારા થયેલા જબરજસ્ત વિરોધ બાદ સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના સંતોએ બે દિવસમાં આ ભીંત ચિત્રો હટાવી દેવાની ખાતરી આપી છે. આ મામલે સ્વામિનારયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. કોઠારી સ્વામીએ સમય માંગ્યો હતો. સનાતન ધર્મના સંતો એ સમય આપ્યો હતો ત્યારબાદ ભીંત ચિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • સાધુ-સંતો અને 500 જેટલા લોકો સાળંગપુર પહોંચ્યા હતા
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસમાં ભીંત ચિત્રો હટાવી દેવાની ખાતરી આપી

ભીંત ચિત્રોનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. સવારે સનાતન ધર્મના સંતોની સાથે 500થી વધારે અનુયાયીઓ સાળંગપુર પહોંચ્યા હતા. સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચતા પોલીસે તમામને રોકી લીધા હતા. ત્યારબાદ મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.

બેઠક કર્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસનો સમય માંગ્યો હતો અને બે દિવસમાં આ ભીંતચિત્રો હટાવવાની ખાતરી આપી હતી. બેઠક બાદ આ બાબતે માહિતી આપતા મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ જણાવ્યું હતું કે આ વિવાદિત ભીંત ચિત્રો કેમ લગાવવામાં આવ્યા છે અને તેનો ક્યારે નિકાલ થશે તે અંગે વાતચીત થઈ છે. સ્વામીજીએ સંતોષકારક જવાબ આપતા કહ્યું છે કે બે દિવસની અંદર તેને હટાવી દેવામાં આવશે. આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે આ સનાતન ધર્મનો વિજય છે. RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક શરૂ
બીજી તરફ બે દિવસમાં ભીંત ચિત્રો હટાવવાની ખાતરી આપ્યા બાદ સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પણ થરૂ થઈ છે. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળશે. આ બેઠકમાં સ્વામિનારાયણ ભગવાનાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ હાજર રહેશે. સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતોએ પણ બેઠકમાં હાજરી આપશે. BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપરાંત આરએસએસનાં આગેવાનો પણ બેઠકમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top