National

G-20 સમ્મેલન પહેલાં ગર્જ્યા PM મોદી: પાક. અને ચીનના વાંધાઓને નકારી કાઢ્યા, UNSCને લઈ કહી આ વાત

નવી દિલ્હી: (New Delhi) પોતાની સ્પષ્ટ વાણી માટે વિશ્વભરમાં જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) UN સુરક્ષા પરિષદમાં સુધારાને લઈને UNની ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે 20મી સદીનું વલણ 21મી સદીમાં ચાલુ રહી શકે નહીં. PM મોદીએ આ વાત નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી G-20 બેઠક પહેલા કહી છે. સાથે જ તેમણે જી-20ની વિવિધ શહેરોમાં થઈ રહેલી બેઠકોને લઈ પાકિસ્તાન (Pakistan) અને ચીનના વાંધાને પણ નકારી કાઢ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક ભાગમાં જી-20ની બેઠકો યોજાય તે સ્વાભાવિક છે. વડા પ્રધાને ચીનના એ વાંધાઓને નકારી કાઢ્યા જેમાં ચીને અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં G20 બેઠકો યોજવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ જી-20 બેઠકોનું આયોજન કરાયું હતું.

ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં જી-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને માને છે અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને વિવાદિત માને છે. વડાપ્રધાને ચીન, પાકિસ્તાનના વાંધાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે.

જી-20ની બેઠક 60 શહેરોમાં યોજાઈ હતી
22 મેના રોજ શ્રીનગરમાં પ્રવાસનના મુદ્દા પર G20 કાર્યકારી જૂથની ત્રણ દિવસીય બેઠક યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન ચીન સિવાય અન્ય G20 દેશોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. માર્ચમાં અરુણાચલ પ્રદેશમાં જી-20ની બેઠક યોજાઈ હતી. ભારતે ચીનના વાંધાઓને નકારી કાઢતા કહ્યું કે તે તેના ક્ષેત્રમાં ગમે ત્યાં મીટિંગ કરવા માટે સ્વતંત્ર છે. વડા પ્રધાને કહ્યું કે G20 ની ભારતની અધ્યક્ષતા સમાપ્ત થાય ત્યાં સુધીમાં દેશના 60 શહેરો અને 28 રાજ્યોમાં 220 થી વધુ બેઠકો થઈ ચૂકી હશે. આ સમયગાળા દરમિયાન 125 દેશોના એક લાખથી વધુ પ્રતિનિધિઓએ આ બેઠકોમાં ભાગ લીધો હશે.

આ તરફ નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાને લઈને UN પર આકરા પ્રહારો કર્યા છે. ભારત વર્તમાન ક્ષમતાઓના આધારે UNSCના સ્થાયી સભ્યપદ માટે મજબૂત દાવેદાર છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધારાને વારંવાર સ્થગિત કરી રહ્યું છે. તેથી સંયુક્ત રાષ્ટ્રને સંદેશો આપતાં પીએમ મોદીએ કહ્યું છે કે આ વલણ હવે ચાલવાનું નથી. વિશ્વની બદલાતી વાસ્તવિકતાઓને અનુરૂપ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે મજબૂત જગ્યા બનાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 20મી સદીના મધ્યવર્તી વલણ 21મી સદીમાં ટકી શકે નહીં. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં એવી રીતે સુધારો થવો જોઈએ કે યુએનમાં તમામ પક્ષોનું પ્રતિનિધિત્વ થાય.

Most Popular

To Top